ગુજરાતટોપ ન્યૂઝ

દેશ વિરોધી પ્રવૃત્તિની આશંકાએ સુરત વાપીમાં NIAના દરોડા

દેશ વિરોધી પ્રવૃત્તિની આશંકાએ સુરત વાપીમાં NIAએ દરોડા પાડ્યા છે. જેમાં પાકિસ્તાની નાગરિકે ભારત વિરોધી પ્રવૃતિ માટે‘ગઝવા એ હિન્દ’મોડ્યુલ બનાવ્યું છે.

આ પણ વાંચો: ટોરન્ટ પાવરની બોગસ રસીદ બનાવી ગ્રાહક સાથે છેતરપિંડી

સુરત અને વાપીમાં બે વ્યક્તિ આ ગ્રુપમાં એક્ટિવ

ભારત વિરોધી પ્રવૃતિ માટે પાકિસ્તાન અને યમનના નાગરિકે સોશિયલ મીડિયા ઉપર બનાવેલું ગઝવા એ હિન્દમાં મેમ્બરને ત્યાં NIA દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં સુરત અને વાપીમાં બે વ્યક્તિ આ ગ્રુપમાં એક્ટિવ હોઇ આ બંનેની બુધવારે રાતથી જ ગુરૂવારે બપોર સુધી સઘન પુછપરછ કરાયા બાદ નોટીસ આપી મુક્ત કરાયા હતા.

આ પણ વાંચો: સુરત: ઓનલાઇન હનીટ્રેપમાં ફસાતા ધો.12ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી 

દિલ્હીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

દિલ્હીમાં આ પ્રકરણમાં ૨૦૨૨માં આતંકી સંગઠન ગઝવા એ હિંદના સામે ગુનો પણ દાખલ કરાયો હતો. પાકિસ્તાની અને યમનના નાગરિક દ્વારા સોશિયલ મિડીયા ઉપર ભારત વિરોધી પ્રચાર માટે વોટ્સએપ ગ્રુપ ઉપર આ મોડ્યુલ બનાવવામાં આવ્યું હતું. જેમાં ભારત વિરોધી પ્રવૃત્તિ માટે ઉશ્કેરવામાં આવતા હતા. છેલ્લાં કેટલાંક સમયથી NIA દ્વારા ના વોટ્સ એપ ગૃપ ઉપર નજર રાખવામાં આવતી હતી. જેમાં આર્થિક ટ્રાન્ઝિકશનો મળી આવતાં દિલ્હીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: નવરાત્રીના પર્વે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોને સ્વર્ગ જેવો અનુભવ થયો 

NIAની એક ટીમે વાપીમાં પણ દરોડા પાડ્યા

આ ગ્રુપમાં સુરતના મુગલીસરામાં રહેતો અને ડિલીવરીનું કામ કરતા સોહેલ નામનો યુવાન પણ મેમ્બર હોઇ NIA ટીમે સુરત એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખી તેની પૂછપરછ હાથ ધરી હતી. ગુરૂવારે બપોર સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. વધુ પૂછપરછ માટે તેને દીલ્હી આવવાની નોટીસ આપી NIAની ટીમ દીલ્હી પરત ફરી હતી. NIAની એક ટીમે વાપીમાં પણ દરોડા પાડ્યા હતા.

શતરંજપુરા અને ગવલીપુરામાં સર્ચ હાથ ધર્યું

વાપીમાં રહેતો આ યુવાન પણ ગઝવા એ હિન્દુ મોડ્યુલ સાથે સંકળાયો હોય તેની પણ સઘન પૂછપરછ કરવામાં આવી હતી. ખાસ કરીને પાકિસ્તાનથી કોઇ આર્થિક વ્યવહારો થયા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના નાગપુરમાં પણ NIAની ટીમે ગઝવાએ હિન્દના એક્ટિવ મેમ્બરની પૂછપરછ માટે શતરંજપુરા અને ગવલીપુરામાં સર્ચ હાથ ધર્યું હતું.

Back to top button