ગુજરાત
દાંતીવાડામાં 40 બકરીના શંકાસ્પદ મોત, પરિવારમાં આક્રંદ છવાયું
દાંતીવાડાના ગુંદરી ગામે એક પશુપાલકના 40 બકરીઓના મોત થતા ભારે ચકચાર જોવા મળી રહી છે. બે દિવસ પહેલા બકરીઓની તબિયત અચાનક જ લથડી હતી. પશુપાલકે પોતાની વહાલસોયી બકરીઓને ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયું છે.
બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામે પશુપાલક સુજાભાઈ રબારી પોતાની બકરીઓ ચરાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં એકસાથે 40 જેટલી બકરીઓના શંકાસ્પદ રીતે મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
બકરીઓ બીમાર પડતા તેમણે એક ખાનગી પશુ ચિકિત્સક (પશુ ડોક્ટર તરીકે કામ કરતા વ્યક્તિ) પાસે તેમની સારવાર કરાવી હતી. આક્ષેપ છે કે, આ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી સારવાર અથવા દવા બાદ જ બકરીઓની હાલત વધુ બગડી હતી અને ટપોટપ મોત થવા લાગ્યા હતા. હાલમાં પશુપાલક દ્વારા ન્યાયની અને આર્થિક સહાયની માંગ કરવામાં આવી રહી છે.












