ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

‘એકતા અને વિવિધતા ભારતના DNAમાં છે’ : મોહન ભાગવત

Mohan Bhagwat At Madison Square : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત (Mohan Bhagwat)એ ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર (Madison Square) ગાર્ડન ખાતે ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’માં હાજરી આપી હતી. સ્થાનિક સમય પ્રમાણે મોડી રાત્રે સભાને સંબોધતા ભાગવતે જણાવ્યું હતું કે, ‘ભારત વિશ્વને ‘વિવિધતામાં એકતા‘નો સંદેશ આપવા માટે છે. આપણે બધા એક છીએ, અને વિવિધતા આ એકતાને વધુ સમૃદ્ધ બનાવે છે. આથી, વિવિધતાની ઉજવણી, આદર અને સ્વીકાર કરવો જરૂરી છે. સાથે જ આપણે હંમેશા એકતાની ભાવનાને ધ્યાનમાં રાખવી જોઈએ. એકતા અને વિવિધતા ભારતના DNAમાં છે.

મનુષ્ય પાસે વિચારવાની ક્ષમતા છે અને તે તેની વિશેષતા’

માનવ વિચારની દિશા પર ભાર મૂકતા, RSS વડાએ કહ્યું કે, ‘મનુષ્ય પાસે વિચારવાની ક્ષમતા છે અને તે તેની વિશેષતા છે, પરંતુ મનુષ્ય કઈ દિશામાં વિચારે છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે સાચી રીતે વિચારો છો તો તમે ઈશ્વરની નજીક જાવ છો, જ્યારે ખોટી રીતે વિચારવાથી વ્યક્તિ પાશવી સ્થિતિની નજીક જાય છે. જો કોઈ માણસ ઉમદા કાર્યો કરે તો તે નરમાંથી નારાયણ બની શકે છે.

RSS ચીફે સમાજમાં બે પ્રકારની પ્રવૃતિઓનો ઉલ્લેખ કર્યો

મોહન ભાગવતે સમાજમાં બે પ્રકારની પ્રવૃતિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘એક ”જીવો અને જીવવા દો”ની છે, જ્યારે બીજામાં વ્યક્તિ ફક્ત એવા જ લોકોને જીવવા દેવા માંગે છે જે તેની વાત માને. જે લોકો પોતાની શરતો સ્વિકારનારોને જ રક્ષણ આપે છે તેઓ ‘રાક્ષસ’ કહેવાય છે. માનવ સહાનુભૂતિનું ઉદાહરણ આપતા, ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે, ‘જો કોઈ વ્યક્તિ ખોરાક ખાઈ રહ્યો છે અને તેની સામે કોઈ વ્યક્તિ ભૂખ્યો ઉભો રહીને તે ખોરાકને જોઈ રહ્યો છે, તો સામે બેસીને ખોરાક આપ્યા વગર જમવું મુશ્કેલ છે, મનુષ્યોમાં બીજાના દુઃખને મહસૂસ કરવાની ક્ષમતા જન્મજાત હોય છે અને આ જ સહાનુભૂતિ તેમને જવાબદાર નાગરિકો બનાવે છે.’

માનવ શરીર નશ્વર છે, પરંતુ તેની અંદર એક તત્ત્વ છે જે સ્થાયી છે : મોહન ભાગવત

માનવ જીવન અને આત્માની અવધારણા પર વિસ્તારમાં વાત કરતા, RSS ચીફે જણાવ્યું હતું કે, ‘માનવ શરીર નશ્વર છે, પરંતુ તેની અંદર એક તત્ત્વ છે જે સ્થાયી છે. વિવિધ ધર્મો અને પરંપરાઓ આ સ્થાયી તત્વનું વિવિધ રીતે અર્થઘટન કરે છે. કેટલાક માને છે કે તે કયામત (Apocalypse)ના દિવસ સુધી રહેનાર માને છે, જ્યારે અન્ય માન્યતાઓના અનુસાર તે જન્મ અને મૃત્યુના અનેક ચક્રોમાંથી પસાર થાય તેમ માનવામાં આવે છે. શરીર નાશ પામે છે, પરંતુ આપણી અંદર કંઈક એવું છે જે કાયમ માટે જીવંત રહે છે, કંઈક એવું જે સમય પસાર થવાથી નાશ પામતું નથી. જ્યારે આપણે આ દુનિયામાં અલગ વ્યક્તિઓ અને વસ્તુઓને અલગ અસ્તિત્વ તરીકે માનીએ છીએ, જો કે ખરેખર આ બધું એકબીજા સાથે જોડાયેલું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ભારતીય લોક કલા દર્શાવતા પ્રદર્શનથી થઈ

અમેરિકન હિંદુ ફોર એંગેજમેન્ટ એન્ડ ડાયલોગ (AHEAD) માટે આયોજિત આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. રક્ષાબંધન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતના રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્ર (United Nation)માં કાયમી પ્રતિનિધિ સાથે 5,000થી વધુ ભારતીય-અમેરિકનો ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ભારતીય લોક કલા દર્શાવતા પ્રદર્શનથી થઈ હતી.

આ પણ વાંચો : મોહન ભાગવતના ફોટાથી ટાઇમ્સ સ્ક્વેર ઝળહળ્યું
Back to top button