ટ્રેન્ડિંગનેશનલ

રેલવે પર પીએમ મોદીનું કેમ છે પૂરું ફોક્સ? અશ્વિની વૈષ્ણવે મંત્રી પદ સંભાળતાની સાથે જ જણાવ્યું કારણ

Text To Speech
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલયની સાથે સૂચના, પ્રસારણ અને આઈટી મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી

દિલ્હી, 11 જૂન: કેન્દ્રની મોદી 3.O સરકાર રવિવારે મંત્રી તરીકે શપથ લીધા બાદ એક્શન મોડમાં આવી ગઈ છે. ખાતાઓની ફાળવણી બાદ આજે મંત્રીઓ પોતાનો ચાર્જ સંભાળી રહ્યા છે. અશ્વિની વૈષ્ણવે મંગળવારે સવારે રેલવે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે કહ્યું કે લોકોએ પીએમ મોદીને દેશની સેવા કરવા માટે ફરીથી ચૂંટ્યા છે અને તેમના આશીર્વાદ આપ્યા છે. આવનારા વર્ષોમાં રેલવે બહુ મોટી ભૂમિકા ભજવશે. છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેમાં ઘણા સુધારા કર્યા છે.

સામાન્ય માણસના પરિવહનનું સાધન રેલવે: અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આમાં રેલવેનું વિદ્યુતીકરણ, ટ્રેક પર નવા પાટા નાખવા, અનેક પ્રકારની નવી ટ્રેનો અને રેલવેમાં નવી સેવાઓ અને સ્ટેશનોના પુનઃવિકાસનો સમાવેશ થાય છે. આ તમામ છેલ્લા 10 વર્ષમાં રેલવે વિભાગમાં પીએમ મોદીની મોટી ઉપલબ્ધિઓ છે. અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું કે વડાપ્રધાન મોદીએ હંમેશા રેલવેને ફોકસમાં રાખ્યું છે, કારણ કે રેલવે સામાન્ય માણસ માટે પરિવહનનું સાધન છે. તે આપણા દેશની અર્થવ્યવસ્થાની મજબૂત કરોડરજ્જુ છે.

રેલવે સાથે મોદીનું ભાવનાત્મક જોડાણ: અશ્વિની વૈષ્ણવ

આ સાથે રેલવે મંત્રીએ કહ્યું કે આ તમામ બાબતોને જોતા વડાપ્રધાન મોદીનું રેલવે પર ઘણું ધ્યાન છે. પીએમ મોદીનું રેલવે સાથે ભાવનાત્મક જોડાણ છે. તે આ માટે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માને છે. તેઓ આ કાર્યકાળ દરમિયાન પણ રેલવે માટે અભૂતપૂર્વ કામ કરશે.

 

રેલવેની સાથે આ બે વધુ મંત્રાલયો સંભાળી રહ્યા છે અશ્વિની વૈષ્ણવ

વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળમાં અશ્વિની વૈષ્ણવે રેલવે ઉપરાંત માહિતી-પ્રસારણ અને આઈટી મંત્રાલયની જવાબદારી સંભાળી છે. મંગળવારે સવારે તેમણે ત્રણેય મંત્રાલયોનો હવાલો સંભાળી લીધો હતો. તેમણે ઓફિસના તમામ સહકાર્યકરો અને કર્મચારીઓ સાથે વાત કરી અને કામનો હિસાબ લીધો છે.

આ પણ વાંચો: 1 કરોડની ખંડણી માંગવાના આરોપમાં ફસાયા પપ્પુ યાદવ, સાંસદ વિરુદ્ધ નોંધાઈ FIR

Back to top button