‘કપડાં ઉતારી શકતી હો…’, જોની લીવરની દીકરી પાસે કરાઈ વિચિત્ર માંગ

Jamie Lever Casting Couch Experience Zoom Call Incident: બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન જોની લીવરની દીકરી અને ટેલેન્ટેડ એક્ટ્રેસ-મિમિક્રી આર્ટિસ્ટ જેમી લીવરને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમીએ પોતાની કારકિર્દીના શરૂઆતી દિવસોમાં કાસ્ટિંગ કાઉચ (Casting Couch) નો કડવો અનુભવ કર્યો હતો. પારસ છાબડા સાથેના એક જૂના પૉડકાસ્ટમાં જેમીએ જણાવ્યું હતું કે ઓડિશનના નામે તેની સાથે કેવી અશોભનીય માંગ કરવામાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જેમી લીવરના જણાવ્યા મુજબ, થોડા વર્ષો પહેલા તેને એક ઈન્ટરનેશનલ પ્રોજેક્ટના ઓડિશન માટે વોટ્સએપ પર એક અજાણ્યા કોર્ડિનેટરનો મેસેજ આવ્યો હતો. તે સમયે તેનો કોઈ મેનેજર નહોતો અને પાત્ર બિલકુલ તેના જેવું જ હોવાથી તે ખૂબ જ ઉત્સાહિત હતી.
ઝૂમ કૉલ પર ઓડિશન
ડિરેક્ટર ટ્રાવેલિંગમાં હોવાનું કહીને ઝૂમ કૉલ ગોઠવવામાં આવ્યો હતો. કૉલ પર જોડાયા બાદ સામેવાળા વ્યક્તિનો કેમેરો બંધ હતો અને તે લો-નેટવર્ક એરિયામાં હોવાનું જણાવી રહ્યો હતો.
બોલ્ડ સીન અને અજીબોગરીબ શરત
વાતચીત દરમિયાન જ્યારે જેમીએ ડાયલોગ્સ વિશે પૂછ્યું, ત્યારે સામેવાળી વ્યક્તિએ કહ્યું કે તે ઈમ્પ્રુવાઈઝ કરવા માંગે છે. તેણે અમેરિકન એક્સેન્ટમાં વાત કરતા કહ્યું કે આ એક બોલ્ડ સીન છે.
આ પણ વાંચોઃ યુરોપમાં AI અને ડેટા સેન્ટરો સામે જબરદસ્ત વિરોધ: ડબલિનથી હેલસિંકી સુધી હજારો લોકો રસ્તા પર ઉતર્યા
કપડાં ઉતારવાની ડિમાન્ડ
આરોપીએ જેમીને કહ્યું કે, “એવું સમજી લો કે એક 50 વર્ષનો શખ્સ છે અને મારે તે જ પાત્ર ભજવવાનું છે, તો તારે તેને રિઝવવાનું છે અને તું ગમે તેટલી હદ સુધી જઈને પોતાના કપડાં પણ ઉતારી શકીશ.”
કૉલ કાપીને વિરોધ
આ અશ્લીલ માંગ સાંભળતા જ જેમીને શંકા ગઈ અને તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તે આ બધું કરવામાં કમ્ફર્ટેબલ નથી. તેમ છતાં સામેવાળો શખ્સ તેને સમજાવવાની કોશિશ કરતો રહ્યો, પરંતુ જેમીએ તાત્કાલિક કૉલ કાપી નાખ્યો હતો. આ ઘટના તેના માટે ખૂબ જ આઘાતજનક હતી.
આ પણ વાંચોઃ વિશ્વની સૌથી મોટી AI IPO બિડ! Anthropicએ નક્કી કર્યું 1.4 ટ્રિલિયન ડોલરનું મૂલ્યાંકન











