નીતિશ બાદ બિહારના મુખ્યમંત્રી કોણ, નિશાંત સિવાય કોનું નામ છે ચર્ચામાં?

Bihar next CM: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ હવે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અટકળો તેજ થઈ છે. આ દરમિયાન બિહારના પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા આનંદ મોહને શનિવારે પટનામાં મીડિયા સાથેની વાતચીતમાં ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે નીતીશ કુમારના પદ છોડવાથી જેડીયુ (JDU) કરતા ભાજપ (BJP) ને વધુ નુકસાન થશે.
નિશાંત કુમારને મુખ્યમંત્રી બનાવવાની હિમાયત
આનંદ મોહને નીતીશ કુમારના પુત્ર અને જેડીયુ નેતા નિશાંત કુમારનું નામ મુખ્યમંત્રી પદ માટે આગળ ધર્યું છે. તેમણે કહ્યું કે, “નિશાંતને માત્ર ડેપ્યુટી સીએમ બનાવવાથી કઈ વળશે નહીં, કારણ કે ડેપ્યુટી સીએમનો અર્થ ‘ચુપ’ મુખ્યમંત્રી જેવો હોય છે. જો તેમને લાવવા જ હોય તો એનડીએ (NDA) એ તેમને સીધા મુખ્યમંત્રી જ બનાવવા જોઈએ.”
ભાજપમાંથી સમ્રાટ ચૌધરી શ્રેષ્ઠ વિકલ્પ
ભાજપના નેતાઓ અંગે વાત કરતા આનંદ મોહને જણાવ્યું કે, જો નિશાંત કુમારને મુખ્યમંત્રી ન બનાવવામાં આવે, તો ભાજપ તરફથી ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી એક બહેતર વિકલ્પ છે. નીતીશ કુમારના ‘લવ-કુશ’ સમીકરણ અને પછાત-અતિ પછાત વર્ગના રાજકારણને જોતા સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રીની ખુરશી માટે યોગ્ય ચહેરો સાબિત થઈ શકે છે.
નીતીશના જવાથી ભાજપને નુકસાનની ચેતવણી
નીતીશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા આનંદ મોહને કહ્યું કે, ગત ચૂંટણીમાં જનતાને ‘2025 થી 30 ફરીથી નીતીશ’ નું સૂત્ર આપવામાં આવ્યું હતું. જો આ વાયદો તૂટશે તો પરિણામો સારા નહીં આવે. તેમણે ચેતવણી આપી કે નીતીશ કુમારના હટવાથી એનડીએની સેહત પર ખરાબ અસર પડશે.
કોણ છે આનંદ મોહન?
આનંદ મોહન બિહારના જાણીતા બાહુબલી નેતા અને રાજપૂત સમાજના પ્રમુખ ચહેરો છે. તેમની પત્ની લવલી આનંદ શિવહરથી જેડીયુના સાંસદ છે અને પુત્ર ચેતન આનંદ જેડીયુના ધારાસભ્ય છે. 1994ના જી. કૃષ્ણૈયા હત્યા કેસમાં આજીવન કેદ ભોગવ્યા બાદ નીતીશ સરકાર દ્વારા જેલના નિયમોમાં ફેરફાર કરાતા 2023માં તેઓ મુક્ત થયા હતા.
આ પણ વાંચોઃ “Welcome To Hell”, ઈરાનની ખતરનાક ધમકી: અમેરિકા માટે શબપેટીઓ તૈયાર
આ પણ વાંચોઃ Nasvadi: કુકરદાના ડુંગરાળ જંગલમાં મધરાતે લાગી ભીષણ આગ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












