મુન્દ્રાને જોડતા અંજાર નાગલપર બાયપાસનું કામ ક્યારે પૂરું થશે? ઉદ્યોગોને સ્પર્શતો મુદ્દો

ભુજ, 19 જુલાઇ 2025: Transportation અંજાર તાલુકાના સાપેડાથી નાગલપરના વાડી વિસ્તારને જોડતા માર્ગનું કામ અટવાયેલું હોવાથી તેને સમયસર શરૂ કરાવીને પૂરું કરાવવા માટે પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના પૂર્વ ધારાસભ્ય વાસણ આહીરે રજૂઆત કરી છે. અંજાર-ભુજ-ગાંધીધામ અને મુંદરા માટે આ બાયપાસ ખૂબ જ મહત્ત્વનો છે. માતબર રકમના ખર્ચ નિર્માણ થનારા આ બાયપાસ માર્ગનું કામ ખોરંભે ચડયું છે.
ચાર મહિનાથી રસ્તાનું કામ બંધ હાલતમાં
અહીંના સાપેડા-નાગલપર બાયપાસ માર્ગનું કામ છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં છે. આહિરે જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક અને નાયબ કલેક્ટર સમક્ષને રૂબરૂ રજૂઆત કરી હતી. પરિવહન ઉદ્યોગકારોને સ્પર્શતા મહત્ત્વના આ મુદ્દે ખૂટતી કડીઓની પૂર્તતા કરીને આ પ્રકલ્પ ઝડપભેર પૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવા અનુરોધ કરાયો હતો.
આઠ દિવસમાં મોટરેબલ રસ્તો તૈયાર કરવાની ધરપત
નાયબ કલેક્ટર દ્વારા હંગામી ધોરણે આઠ દિવસમાં મોર્ટેબલ રસ્તો શરૂ કરવાની હૈયાધારણ અપાઈ હતી. આ માર્ગ શરૂ થવાથી અંજાર શહેરની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. રજૂઆત વેળાએ ડમ્પર એસો.ના રમેશભાઈ કાતરિયા, સાપેડાના પૂર્વ સરપંચ માદેવાભાઈ બરારિયા, રાજેશભાઈ છાંગા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ઇંગ્લેન્ડમાં 17 વર્ષના બોલરે હેટ્રિક લીધી: 4 ઓવરમાં અડધી ટીમ પેવેલિયન ભેગી
આ પણ વાંચો:અંજારમાં મહિલા એએસઆઇની તેના પુરુષમિત્રે કરી હત્યા: લગ્નની ચર્ચામાં બબાલ?












