અંજારમાં મહિલા એએસઆઇની તેના પુરુષમિત્રે કરી હત્યા: લગ્નની ચર્ચામાં બબાલ?

ભુજ, 19 જુલાઇ 2025: Murder અંજાર શહેરમાં મહિલા પોલીસ એએસઆઇની તેના બોયફ્ન્ડે હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે રાત્રે મહિલા પોલીસ કર્મચારીનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. યુવા મહિલા કર્મચારી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે. શા માટે તેના પુરુષમિત્રે હત્યા કરી તે હજુ કારણ અકબંધ છે.
એએસઆઇના ઘરે લગ્નનું આયોજન ચાલુ હતું
મળતી માહિતી અનુસાર 25 વર્ષીય મહિલા પોલીસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરૂણા નટુભાઇ જાદવ અને તેના પ્રેમી એવા સીઆરપીએફના જવાન દિલીપ ડાંગચિયા અંજારમાં મહિલાના ઘરે ગંગોત્રી સોસાયટીમાં હતા. સુત્રો મુજબ તેઓ આગામી સમયમાં લગ્ન કરવાના હતા અને તેનું આયોજન ચાલી રહ્યું હતું.
દિલીપ હત્યા કરીને પોલીસમાં હાજર થયો
આ દરમિયાન, કંઇ બોલાચાલી થવાના લીધે મામલો બિચક્યો હતો. દિલીપે મગજ ઉપરનો કાબૂ ગુમાવ્યા બાદ તેણે અરૂણનું ગળું દબાવી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ તે પોલીસ મથકમાં સરન્ડર થઇ ગયો હતો. હાલમાં તે મણિપુરમાં સીઆરપીએફમાં જવાન તરીકે ફરજ બજાવે છે. આ મામલે અંજાર પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનના અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો:ગુજરાત માટે જરૂરી કે પંજાબની મજબૂરી? જાણો AAP એ કેમ ઈન્ડિયા ગઠબંધનથી ફાડ્યો છેડો











