અચાનક કાર્ડિયક એરેસ્ટ આવે તો શું કરવું? જાણો કેવી રીતે દર્દીનો જીવ બચાવી શકાય

ardiac arrest survival rate percentage : બોલિવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકરના અચાનક થયેલા નિધનના અહેવાલો વચ્ચે કાર્ડિયક એરેસ્ટ (Cardiac Arrest) જેવી ગંભીર સ્થિતિ ફરી એકવાર ચર્ચામાં આવી છે. અહેવાલો મુજબ તેમને કાર્ડિયક એરેસ્ટ આવ્યો હતો, જે અત્યંત જીવલેણ સ્થિતિ ગણાય છે. જો આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક યોગ્ય ઈમરજન્સી સારવાર ન મળે, તો બચવાની શક્યતા નહિવત થઈ જાય છે. તબીબી મદદ પહોંચે તે પહેલાં જ અચાનક કાર્ડિયક એરેસ્ટ આવવા પર સામાન્ય માણસ કઈ રીતે કોઈનો જીવ બચાવી શકે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કાર્ડિયક એરેસ્ટ શું છે અને તે કેટલું ખતરનાક છે?
હાર્ટ એટેક કરતા પણ ઓછો સર્વાઈવલ રેટ
CPR: ઈમરજન્સીમાં જીવ બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય
-
1-2 મિનિટમાં CPR: જો ઘટનાના 1 થી 2 મિનિટની અંદર દર્દીને સાચી રીતે સીપીઆર આપવામાં આવે તો સર્વાઈવલ રેટ વધીને 40% થી 50% થઈ જાય છે.
-
AED મશીનનો ઉપયોગ: જો સીપીઆરની સાથે 3 થી 5 મિનિટમાં ઈલેક્ટ્રિકલ શોક (AED – ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર) મળી જાય તો બચવાની શક્યતા 50% થી 70% સુધી પહોંચી જાય છે.
આ પણ વાંચોઃ નાના પાટેકરનું અવસાન: રંગમંચથી બોલિવૂડ સુધીનો સફર રહી યાદગાર, જાણો ફિલ્મી કારકિર્દી
કાર્ડિયક એરેસ્ટ વખતે આ 3 સ્ટેપ્સ ફોલો કરો:
-
દર્દીને જમીન કે કોઈ સખત સપાટી પર ચત્તો છતો સૂવડાવો.
-
તમારી એક હથેળીને દર્દીના છાતીના બરાબર વચ્ચે મૂકો અને બીજી હથેળી તેની ઉપર રાખીને આંગળીઓ પરસ્પર ફસાવી લો.
-
તમારી કોણી એકદમ સીધી રાખો અને શરીરના વજનથી છાતીને 2 થી 2.5 ઈંચ નીચે સુધી દબાવો.
-
1 મિનિટમાં 100 થી 120 વાર છાતી દબાવવાની ઝડપ રાખો.
-
એમ્બ્યુલન્સ કે તબીબી ટીમ ન આવે ત્યાં સુધી સતત સીપીઆર આપતા રહો.
આ પણ વાંચોઃ ચીફ સિલેક્ટર બનવા માગે છે રવિન્દ્ર જાડેજા? BCCIની પોસ્ટ પર કોમેન્ટથી નવી ચર્ચા શરુ થઈ
Disclaimer: હેલ્થને લગતા અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. હેલ્થના આર્ટિકલ વાંચકોની જાગૃતિના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ આપતું નથી. તમારી હેલ્થ બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ લેવી. humdekhenge.in આ માટે જવાબદાર રહેશે નહીં.











