Weather: બાળી નાખે તેવી ગરમી પડશે! બપોરના સમયે બહાર ન નીકળતા, ચેતવણી જાહેર

Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં તીવ્ર ગરમી અંગે ચેતવણી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ભારતમાં તાપમાન ઝડપથી વધશે. રાજસ્થાન સૌથી વધુ પ્રભાવિત થશે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી NCR, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ભીષણ ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન 6-8 ડિગ્રી વધી શકે છે.
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરીને જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધવાની ધારણા છે તેમાં (ઉત્તર પશ્ચિમ ભારત 6-8°C), (પૂર્વ ભારત 5-7°C), અને (મધ્ય ભારત 3-5°C)નો સમાવેશ થાય છે. IMD એ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. તેથી, હાઇડ્રેટેડ રહો, બપોરના સમયે બહારનું જવાનું બને ત્યા સુધી ટાળવું.

પારો ક્યાં અને કેટલો વધશે?
આગામી અઠવાડિયા દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં કોઈ નોંધપાત્ર હવામાન પ્રવૃત્તિની અપેક્ષા નથી. ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન 6-8°C, પૂર્વ ભારતમાં 5-7°C અને મધ્ય ભારતમાં 3-5°C વધવાની ધારણા છે. પરિણામે, આ પ્રદેશોમાં મહત્તમ તાપમાન બે દિવસ પછી સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.
10 થી 16 એપ્રિલ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન 6-8°C વધવાની ધારણા છે.
- મધ્ય ભારતમાં, 14 એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે, જેમાં 15 અને 16 એપ્રિલે કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
- પૂર્વ ભારતમાં, 14 એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 5-7 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે, જેમાં 15 અને 16 એપ્રિલે કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
- ગુજરાતમાં, 13 એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે, જેમાં 14 અને 16 એપ્રિલ વચ્ચે કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
મહારાષ્ટ્રમાં, 14 એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે, જેમાં 15 અને 16 એપ્રિલે કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
કમસામી વરસાદથી 2.49 લાખ હેક્ટર જમીન પર પાકને નુકસાન થયું છે.
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે (10 એપ્રિલ 2026) જણાવ્યું હતું કે, ‘કમોસમી વરસાદ અને કરા પડવાથી અત્યાર સુધીમાં 2.49 લાખ હેક્ટર જમીન પર ઉભા રવિ પાકને નુકસાન થયું છે, જેમાં ઘઉંનું વાવેતર પણ થયું છે.’ કેન્દ્રીય કૃષિ મંત્રીએ 5 એપ્રિલે અધિકારીઓને અસરગ્રસ્ત રાજ્યોમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવા અને રાજ્ય સરકારો સાથે સંકલન કરવા નિર્દેશ આપ્યો હતો. IMD એ જમ્મુ અને કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ચક્રવાતી પરિભ્રમણ અને ઉત્તર પ્રદેશ, બાંગ્લાદેશ, આસામ અને ઓડિશા પર સંકળાયેલ ટ્રફને કારણે 9-15 એપ્રિલ દરમિયાન ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો: શું થશે કોંગ્રેસનું? છેલ્લી ઘડી આવી પણ હજુ સુધી ઉમેદવારો નક્કી નથી કર્યા












