ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

શું થશે કોંગ્રેસનું? છેલ્લી ઘડી આવી પણ હજુ સુધી ઉમેદવારો નક્કી નથી કર્યા

અમદાવાદ, 11 એપ્રિલ 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુજરાતમાં ધમધમાટ શરુ થઈ ગયો છે. જે અંતર્ગત ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પરંતું કોંગ્રેસ હજી કન્ફ્યૂઝનમાં છે. આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે, છતાં કોંગ્રેસ પોતાના મુરતિયા જાહેર કરી શકી નથી.

કોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોંગ્રેસમાં હજી પણ ખેંચતાણ ચાલી રહી છે. જે બતાવે છે કે, કોંગ્રેસના લગ્નના ઘોડા કે રેસના ઘોડા, એ ક્યાંય ન ચાલે.

અમદાવાદ મનપાના ઉમેદવારો માટે કોંગ્રેસ હજુ અવઢવમાં છે. કોંગ્રેસમાં આખી રાત રીતસરનો ટિકિટનો કકળાટ ચાલ્યો. બાકી રહેલા ઉમેદવારોને સવારે પાંચ વાગે જાણ કરાઈ. નરોડામાં જાહેર થયેલ ઉમેદવારની ટિકિટ કપાઈ છે. તો કપાયેલાના સ્થાને અન્ય વ્યક્તિને ટિકિટ આપી દેવાઈ. અમદાવાદમાં કેટલાક વોર્ડ ઉમેદવારોને હજી સુધી જાણ નથી કરાઈ. આજે બપોરે ત્રણ વાગ્યા સુધી જ ફોર્મ ભરાવાના હોવા છતાં હજુ ઉમેદવારો નક્કી નથી થયા.

અમદાવાદ શહેરની યાદીમાં ભારે માથાકૂટ

અમદાવાદ શહેરની યાદી હજી પણ અંતિમ સમયમાં ગૂંચવાયેલી છે. શહેર કોંગ્રેસ હજુ અમદાવાદની યાદી જાહેર કરી શકી નથી. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પણ અસમંજસ જોવા મળી રહ્યો છે. અમદાવાદના અનેક વોર્ડમાં હજુ પણ ટિકિટને લઈ ખેંચતાણ ચાલી રહી છે. સીટિંગ કાઉન્સિલરોની ટિકિટ કાપવી કે નહીં તે હજી ગડમથલ છે. તો 48 વોર્ડ પૈકી 14 વોર્ડના નામ હજુ બાકી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ઉમેદવાર નક્કી કરવામાં નેતાઓમા ખેંચતાણ

પ્રદેશ નેતાઓમાં ઉમેદવારના નામ જાહેર કરવામાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી રહી છે. વર્તમાન સિટીગ કાઉન્સિલરોના વોર્ડ જાહેર ન કર્યા. શૈલેષ પરમાર, હિંતમસિંહ પટેલ જૂથની ખેંચતાણ વધી છે, જેને કારણે નામની જાહેરાત અટવાઈ છે. તો ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા ગૃપ બીજી તરફ છે. આવામાં ઉમેદવારો ફોર્મ ભરશે કે નહી તેના પર હજુ સસ્પેન્સ છે. ત્યારે સવાલ એ છે કે ,શું અનેક વોર્ડ ઉમેદવારી વગરના રહી જશે ?

આ વોર્ડની સત્તાવાર જાહેરાત બાકી છે

20 જોધપુર વોર્ડ
21 દરિયાપુર વોર્ડ- ત્રણ નામ બાકી ( નિરવ બક્ષી જાહેર ત્રણ બાકી)
24 -નિકોલ વોર્ડ
25 – વિરાટનગર
26 – બાપુનગર
27 – સરસપુર-રખિયાલ
29 – જમાલપુર
31 – વાસણા
33 – સરખેજ
34 – મક્તમપુરા
35 – બહેરામપુરા
36 – દાણીલીમડા ( શહેજાદખાન પઠાણ જાહેર ત્રણ બાકી)
38 – ગોમતીપુર વોર્ડ
48 રામોલ હાથીજણ ( બે નામ જાહેર બે બાકી )

આ પણ વાંચો: Gold Silver Price: એક અઠવાડીયામાં 13 હજાર રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનાના ભાવ પણ વધ્યા

Back to top button