ટ્રેન્ડિંગવર્લ્ડ

યુક્રેનનું સૌથી મોટું ઓપેશનઃ 1100 કિલો વિસ્ફોટકથી ઉડાવ્યો પુતિનનો મહત્ત્વનો પ્રોજેક્ટ, વીડિયો આવ્યો સામે

યુક્રેન, 3 જૂન, 2025: Ukraine Attack on Russia: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું, પરંતુ હવે તો તેણે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. યુક્રેન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ભયાનક ડ્રોન હુમલોથી રશિયાના ચાર એરબેઝ નષ્ટ કર્યા બાદ હવે 1100 કિલો વિસ્ફોટક પદાર્થથી વ્લાદિમીર પુતિનના મહત્ત્વના પ્રોજેક્ટને ઉડાવી નાખ્યો છે. આમ યુક્રેનની સુરક્ષા સેવા (SBU)એ આજે (3 જૂન) એક અનોખું અને મોટા ઓપરેશન પાર પાડી પુતિનને ઝટકો આપ્યો છે.

યુક્રેને અંડરવૉર વિસ્ફોટકો લગાવી બ્રિજ ઉડાડી દીધો

મળતી માહિતી મુજબ, યુક્રેને રશિયાના ચાર એરબેઝ નષ્ટ કર્યા બાદ હવે પુતિનના મહત્ત્વના પ્રોજેક્ટ ક્રીમિયન બ્રિજને વિસ્ફટકોથી ઉડાવી નાખ્યો છે. આ વખતે તેણે બ્રિજના પાયા એટલે કે અંડરવૉટર સપોર્ટ્સ પર વિસ્ફોટકો લગાવ્યા હતા, જેના કારણે બ્રિજને ગંભીર નુકસાન થયું છે.

યુક્રેનની સુરક્ષા સેવાના જણાવ્યા અનુસાર, ‘બ્રિજને વિસ્ફોટથી ઉડાડી નાંખવા માટે 1100 કિગ્રા ટીએમટી વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો.’

મહિનાઓ સુધીની મહેનત કરી

અહેવાલો અનુસાર, ‘યુક્રેને બ્રિજના અંડરવૉટર સપોર્ટ્સ પર જે વિસ્ફોટકો લગાવ્યા હતા, જે આજે સવારે 4.44 કલાકે વિસ્ફોટ થયા છે. આ ઓપરેશન પાર પાડવા માટે તેઓએ મહિનાઓ સુધી મહેનત કરી છે.

પુતિન માટે કેમ મહત્ત્વનો છે આ પ્રોજેક્ટ?

રશિયા માટે ક્રીમિયન બ્રિજ તરીકે ઓળખાતા ક્રેચ બ્રિજ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. આ બ્રિજ રશિયા અને ક્રીમિયાને જોડતો એકમાત્ર રોડ અને રેલવે બ્રિજ છે. 2014માં રશિયાએ ક્રીમિયા પર કબજો કર્યા બાદ આ બ્રિજ બનાવ્યો હતો. રશિયા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે રશિયાએ આ બ્રિજ દ્વારા જ મોટી માત્રામાં હથિયારો અને સૈનિકોને યુક્રેન તરફ મોકલી રહ્યું છે.

અગાઉ પણ કર્યો હતો હુમલો

યુક્રેને પહેલી વખત ક્રીમિયન બ્રિજ પર હુમલો નથી કર્યો. આ પહેલાં પણ તેણે બે વખત આ જ બ્રિજ પર હુમલો કર્યો હતો. 8 ઓક્ટોબર-2022માં પુલ પર એક ટ્રકમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ભારે આગ લાગી હતી. ત્યારબાદ જુલાઈ 2003માં પણ હુમલો કરાયો હતો, જેમાં બે પુલના હિસ્સા નષ્ટ થઈ ગયા હતા. તે વખતે એસબીયુના પ્રમુખ વસીલ માલિકે હુમલાની પુષ્ટી પણ કરી હતી.

નોંધનીય છે કે, દાવા પર રશિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આ હુમલા પછી તરત જ બ્રિજ ઓપરેટરે પુલ પરનું ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દીધું છે. ત્યારબાદ એવી માહિતી સામે આવી છે કે, સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં પરિવહન ફરી શરૂ કરી દેવાયું છે.

આ પણ વાંચોઃ આધાર કાર્ડ અસલી છે કે નકલી? ફોનમાં આ એક સ્ટેપથી સામે આવી જશે હકીકત

આ પણ વાંચોઃ ‘આ તમારો અહંકાર છે…’ કમલ હાસને માફી માંગવાનો ઈનકાર કરતા કોર્ટે ફરી લગાવી ફટકાર

Back to top button