ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

છેલ્લી વનડેમાં અર્શદીપનો જલવો, પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડથી સન્માનિત

India vs New Zealand: ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ વનડે મેચમાં 22 રનથી જીત મેળવીને શ્રેણી 3-1થી પોતાના નામે કરી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના અસલી હીરો અર્શદીપ સિંહ રહ્યા હતા. તેમણે પ્રથમ બેટિંગમાં માત્ર 4 બોલમાં 14 રન ફટકાર્યા હતા. ત્યારબાદ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરીને 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને એકમાત્ર હાર ચોથી વનડેમાં મળી હતી. જ્યારે શ્રેણીની ત્રીજી વનડે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કોને મળ્યો પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ?

આ વનડે શ્રેણીમાં ભારતીય ટીમ તરફથી ગુરનૂર બરારે શાનદાર બોલિંગ કરી હતી. તેમને માત્ર 3 મેચ રમવાની તક મળી હતી. આ દરમિયાન તેમણે 29.2 ઓવર બોલિંગ કરીને 15.89ની સરેરાશથી કુલ 9 વિકેટ ઝડપી હતી. એક મેચમાં તેમણે 4 વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી હતી. ગુરનૂર બરાર ન્યૂઝીલેન્ડના જેકબ ડફી સાથે સંયુક્ત રીતે શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર રહ્યા હતા. તેમના આ શાનદાર પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જોકે, ગુરનૂર અંતિમ વનડે મેચ માટે ઉપલબ્ધ નહોતા. તેમની ગેરહાજરીમાં શ્રેયસ અય્યરે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. હકીકતમાં 26 વર્ષીય ગુરનૂર ન્યૂઝીલેન્ડ સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ છે અને ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: છઠ પૂજાને લઈને દિલ્હી મેટ્રોના સમયમાં ફેરફાર, સવારે 4:30થી સેવા શરૂ

પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યા બાદ શું બોલ્યો અર્શદીપ સિંહ?

પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ અર્શદીપ સિંહે પોતાની બેટિંગ અંગે રસપ્રદ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેમને બેટિંગ કરવી ખૂબ પસંદ છે, ભલે તેમને 11મા નંબર પર બેટિંગ કરવા ઉતરવું પડે. તેમણે કહ્યું કે તેઓ હંમેશાં પોતાના માટે જગ્યા બનાવીને મોટા શોટ રમવાનો પ્રયાસ કરે છે. ટીમના કેટલાક ખેલાડીઓ મજાકમાં કહે છે કે તેઓ બોલથી ડરે છે, પરંતુ તેઓ પાછળ હટવાને બદલે બોલનો સામનો કરે છે અને ખુલ્લા હાથે શોટ રમે છે. મોહમ્મદ સિરાજ સાથે છેલ્લી વિકેટ માટે થયેલી મહત્ત્વપૂર્ણ ભાગીદારી અંગે અર્શદીપે જણાવ્યું કે મેદાનમાં ઉતરતી વખતે બંને વચ્ચે ચર્ચા થઈ હતી કે આ રન ટીમ માટે ખૂબ મહત્ત્વના સાબિત થશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કોરને 200 રનથી આગળ લઈ જવાનો હતો, જેથી બોલરોને બચાવ કરવા માટે સન્માનજનક લક્ષ્ય મળી શકે.

આ પણ વાંચો:Microsoft યુઝર્સ સાવધાન! આઉટેજ બાદ સાયબર ફ્રોડનો ખતરો, કંપનીએ આપી ચેતવણી

Back to top button