‘આ તમારો અહંકાર છે…’ કમલ હાસને માફી માંગવાનો ઈનકાર કરતા કોર્ટે ફરી લગાવી ફટકાર

કર્ણાટક, 3 જૂન, 2025: Kamal Hasasan Controversy, સુપર સ્ટાર કમલ હાસને પોતાની ફિલ્મ ‘ઠગ લાઇફ’ને હાલ કર્ણાટકમાં રીલિઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં કન્નડ ભાષા પર એક્ટરના નિવેદન માટે મંગળવારે કર્ણાટક હાઈકોર્ટે કમલ હાસનને ફટકાર લગાવતા કહ્યું કે, માફી ન માંગવી તમારો અહંકાર બોલે છે.
એક્ટરે માફી માંગવાનો કર્યો ઈનકાર
એક્ટર હાસને પોતાના નિવેદનમાં કહ્યું કે, કન્નજ ભાષાનો જન્મ તમિળથી થયો છે. તેમના આ નિવેદન બાદ કર્ણાટક સરકારે ફિલ્મ ઠગ લાઇફની રીલિઝ પર રોકાવી લીધી છે. તેની સામે કમલ હાસને હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો પરંતુ ત્યાં પણ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કમલ હાસને પોતાના નિવેદન પર માફી માંગવાનો ઈનકાર કરી દીધો છે.
તેમના આ નિવેદન બાદ કર્ણાટકમાં તેમની ભારે ટીકા કરવામાં આવી રહી છે. જેને જોતા કમલ હાસને પોતાની ફિલ્મ ઠગ લાઇફનેહાલ કર્ણાટકમાં રીલિઝ ન કરવોન નિર્ણય લીધો છે. આ વિવાદના કારણે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે.
આ તમારો અહંકાર બોલે છે…
કમલ હાસનના વકીલે અદાલતમાં કહ્યું કે, કમલ હાસન કન્નડનું ખૂબ સન્માન કરે છે અને આ વિશે કંઈ કહેવાની જરૂર નથી. તેમણે માફી માંગવાનો ઈનકાર કરી દીધો. જેના પર કોર્ટે કહ્યું કે, આ તમારો અહંકાર બોલે છે.
10 જૂને થશે સુનાવણી
કમલ હાસને વકીલને કહ્યું, ‘અમને અત્યારે સુરક્ષાની જરૂર નથી કારણ કે, અમે ફિલ્મ રીલિઝ નથી કરી રહ્યા. અમે ફિલ્મ ચેમ્બરની વાતચીત કરીશું. જોકે, આ મામલે કોર્ટ હવે 10 જૂને સુનાવણી કરશે.












