આધાર કાર્ડ અસલી છે કે નકલી? ફોનમાં આ એક સ્ટેપથી સામે આવી જશે હકીકત

અમદાવાદ, 3 જૂન, 2025: AADHAR Card Authenticity: આધાર કાર્ડ હવે ફક્ત ઓળખપત્ર નથી રહ્યું પરંતુ, અનેક સરકારી અને ખાનગી સેવાનો આધાર બની ગયો છે. પરંતુ, આધારની વધતી ઉપયોગિતાની સાથે જ નકલી આધાર કાર્ડનું જોખમ પણ વધી ગયું છે. એવામાં જરૂરી છે કે, સામાન્ય નાગરિક અસલી અને નકલી આધારકાર્ડની ઓળખ કેવી રીતે કરે? UIDAI એ આધારકાર્ડની સુરક્ષા વધારવા માટે અનેક ટૂલ અને ફીચર શરૂ કર્યા છે. જેનાથી તમે ખુદ આધારકાર્ડ અસલી છે કે નકલી તેની ઓળખ કરી શકો છો.
કેવી રીતે જાણ થશે આધાર કાર્ડ અસલી છે કે નકલી?
દરેક આધાર કાર્ડ પર એક યુનિક QR કોડ હોય છે, જેને UIDAI દ્વારા વેરિફિકેશન માટે ડિઝાઇન કર્યું છે. તેનું સત્તાવાર Aadhar QR Scannner એપ ડાઉનલડોડ કરો. કાર્ડ પર છુપાયેલા QR કોડને સ્કેન કરો. જો કાર્ડ અસલી હશે તો તમારી સામે પૂરી જાણકારી UIDAI ના ડેટા મેચ કરશે, નકલી આધાર કાર્ડમાં QR કોર્ડ કાંતો કામ નહીં કરે અથવા ખોટી જાણકારી આપશે.
તમે UIDAI ની વેબસાઇટ (uidai.gov.in) પર કોઈપણ આધાર નંબર ચેક કરી શકો છો. વેબસાઇટ પર જાઓ અને “Verify Aadhaar Number” ટૂલ પર ક્લિક કરો. 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા ભરો. જો આધાર નંબર અસલી હશે, તો “Aadhaar Number Exists” મેસેજ આવશે.
નકલી આધાર કાર્ડ ઘણીવાર ફોટોશોપ દ્વારા બનાવવામાં આવે છે અને તેમાં અમુક ભૂલો હોય છે. જેમકે, નામ, જન્મ તારીખ અથવા સરનામું લખવામાં ભૂલો, આધાર નંબરમાં ખોટા અંકો અથવા ફોર્મેટ, ગુમ થયેલ અથવા સ્કેન ન કરાયેલ QR કોડ, કાર્ડ પર ઝાંખો UIDAI લોગો. જો તમને કોઈપણ કાર્ડમાં આમાંથી કોઈ પણ વસ્તુ દેખાય તો સાવચેત રહો.
UIDAI હવે ડિજિટલ આધાર (e-Aadhaar) પણ સ્વીકારે છે. UIDAI વેબસાઇટ પરથી e-Aadhaar PDF ડાઉનલોડ કરી શકાય છે. તે ડિજિટલ સહી સાથે આવે છે અને બનાવટી હોવાની શક્યતા ઘણી ઓછી છે. જો કોઈ તમને આધાર કાર્ડ બતાવે, તો e-Aadhaar માટે પૂછો અને PDF માં ડિજિટલ સહી ચેક કરો.
ગમે ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિને તમારો આધાર નંબર કે ફોટોકોપી ન આપો. જો કોઈ સંસ્થા કે વ્યક્તિ આધાર કાર્ડ માંગે તો ચકાસણી કર્યા પછી જ આપો. “માસ્ક્ડ આધાર” નો ઉપયોગ કરો જેમાં આખો નંબર દેખાતો નથી, ફક્ત છેલ્લા 4 અંક દેખાય છે.












