ટ્રેન્ડિંગનેશનલ

ઉદ્ધવ ઠાકરેના ફરી સૂર બદલાયાઃ ફડણવીસ પર કર્યા પ્રહારઃ કહ્યુઃ ‘મારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી…’

મહારાષ્ટ્ર: 4 ઓક્ટોબર, 2025: Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવા વચ્ચે શિવસેના (યુબીટી)ના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં રહેલી ભાજપની સરકારોને નિષ્ફળ ગણાવી છે. પુણેમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વધતા ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવામાં નિષ્ફળ રહેલા ‘નબળા નેતા’ ગણાવ્યા.

અમારે ભાજપ પાસેથી સર્ટિફિકેટ લેવાની જરૂર નથીઃ ઠાકરે

ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમની પાર્ટીને ભાજપ પાસેથી હિન્દુત્વનું કોઈ પ્રમાણપત્ર લેવાની જરૂર નથી, કારણ કે ભાજપ દેશમાં દીવાલો ઊભી કરી રહી છે.

ઠાકરેએ આરોપ લગાવ્યો કે, ‘ભારત એક સુંદર દેશ છે, તેની સંસ્કૃતિ મહાન છે. પરંતુ ભાજપે માહોલ બગાડી નાખ્યો છે અને દેશમાં ભાગલા પાડ્યા છે. અમે આ ખરાબ પરિસ્થિતિને રોકવા માટે સખત મહેનત કરી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકાર કાશ્મીર અને મણિપુરના મુદ્દાઓને પણ યોગ્ય રીતે સંભાળી નથી શકી.’

ફડણવીસ સરકાર પર આકરા પ્રહાર

ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભારે બહુમત હોવા છતાં મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નબળા દેખાઈ રહ્યા છે.

  • ખેડૂતોની નાકામી: તેમણે ખેડૂતોને મદદ કરવામાં સરકારની નિષ્ફળતા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે હજી સુધી ખેડૂત દેવા માફીની જાહેરાત કરવામાં આવી નથી, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પગલું ભર્યું હતું.
  • ‘સૌગાત-એ-મોદી’ અભિયાન: હિન્દુત્વના સવાલ પર ઠાકરેએ કહ્યું કે, ભાજપે મુસ્લિમોને ખુશ કરવા માટે ‘સૌગાત-એ-મોદી’ અભિયાન શરૂ કર્યું છે.
  • ઠાકરેએ ભાજપને પૂછ્યું કે શું આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાચા હિન્દુત્વવાદી છે?
  • ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું કે તેમના દાદા પ્રબોધંકર ઠાકરે એક જાણીતા સુધારક હતા અને તેમની હિન્દુત્વની વિચારધારા પ્રગતિશીલ છે. આ સાથે જ તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પાકિસ્તાન વિરુદ્ધના મોટા નિવેદનો પર પણ કટાક્ષ કર્યો હતો.

એકનાથ શિંદે પર કટાક્ષ: ‘બંધ દરવાજા’ની બેઠકો

પત્રકારો સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ દશેરાનો ઉલ્લેખ કરીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પર પણ કટાક્ષ કર્યો.

તેમણે કહ્યું કે, શિવસેનાની દશેરા રેલી શિવાજી પાર્કમાં કોઈ બંધ દરવાજા વિના યોજાઈ હતી, જ્યારે શિંદેની ‘બંધ રૂમ’માં બેઠકો કરે છે. શિવસેનાની દશેરા રેલીની પરંપરા 1966થી ચાલી આવે છે અને તે તેમની પાર્ટીની ઓળખ છે. ઠાકરેએ એવો પણ દાવો કર્યો કે ‘ઠાકરે બ્રાન્ડ’ આજ-કાલની નહીં પણ ઘણી પેઢીઓથી ચાલી રહી છે અને તેનો જન્મ પુણેમાં થયો છે. આ સાથે જ તેમણે શિંદે પર પાર્ટી તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ ઝુબિન ગર્ગની પત્નીએ પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરત કર્યો, ઝેરના આરોપ પર આપ્યું આ નિવેદન

આ પણ વાંચોઃ 7th Pay Commission : કેન્દ્ર સરકારે નિયમમાં ફેરફાર કર્યો, કર્મચારીઓના આ ભથ્થામાં થશે અસર

Back to top button