શરદ પવાર અને PM મોદીની વાતચીત પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવારની તબિયત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની ટેલિફોનિક વાતચીતને લઈને ચર્ચાઓ તેજ બની છે. આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન મોદીએ શરદ પવાર સાથે માત્ર તેમના સ્વાસ્થ્ય અંગે વાત કરી હતી. આ વાતચીતને કોઈ રાજકીય દૃષ્ટિકોણથી જોવી યોગ્ય નથી.
શિંદેએ શરદ પવારને આરામ કરવાની સલાહ આપી
એકનાથ શિંદેએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ શરદ પવારને થોડો સમય આરામ કરવાની સલાહ પણ આપી હતી. રાજકીય મતભેદો બાજુ પર રાખીને મુશ્કેલ સમયમાં કોઈની સાથે ઊભા રહેવું એ વડાપ્રધાનના મોટા મનનો પરિચય આપે છે.
શિંદેએ વધુમાં કહ્યું કે તેમણે પણ શરદ પવારને હોસ્પિટલમાંથી વહેલી તકે રજા લેવાની ઉતાવળ ન કરવા અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ જ ફરી કામ શરૂ કરવાની સલાહ આપી છે. તેમનું માર્ગદર્શન સૌ માટે ખૂબ જ મૂલ્યવાન છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શરદ પવાર સાથેની મુલાકાતને રાજકીય રંગ ન આપવો: શિંદે
શરદ પવારની પાર્ટી તરફથી પણ વડાપ્રધાન મોદીના ફોન અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. NCPના વિલીનીકરણ અને શરદ પવાર NDAમાં જોડાશે તેવી ચર્ચાઓને નિરાધાર ગણાવવામાં આવી હતી.
આ દરમિયાન એકનાથ શિંદે હોસ્પિટલમાં શરદ પવારને મળવા પહોંચ્યા હતા. મુલાકાત બાદ તેમણે કહ્યું કે શરદ પવાર સાથે તેમના જૂના સંબંધો છે અને આ સંબંધો રાજકારણથી અલગ છે. તેથી આ મુલાકાતને રાજકીય દૃષ્ટિકોણથી જોવી યોગ્ય નથી.
આ પણ વાંચો:ટીબીની દવા પર પેન્ટેંટ નહીં, ભારતીય કંપનીઓ માટે ખુલી શકે છે રસ્તા
પ્રફુલ્લ પટેલે પણ મુલાકાતને ગણાવી સામાન્ય
NCP નેતા પ્રફુલ્લ પટેલ પણ હોસ્પિટલમાં શરદ પવારને મળવા પહોંચ્યા હતા. મુલાકાત બાદ તેમણે જણાવ્યું કે તેઓ માત્ર શરદ પવારના ખબરઅંતર પૂછવા આવ્યા હતા. તેમની તબિયત સુધરી રહી છે તે જાણીને આનંદ થયો.
વડાપ્રધાન મોદી અને શરદ પવાર વચ્ચે થયેલી વાતચીત અંગે પ્રફુલ્લ પટેલે કહ્યું કે બંને નેતાઓ વચ્ચે જૂના સંબંધો છે. તેથી આ વાતચીતનો બીજો કોઈ રાજકીય અર્થ કાઢવો યોગ્ય નથી.
હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે શરદ પવાર
85 વર્ષથી વધુ ઉંમરના શરદ પવારની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ ફોન કરીને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી.
જોકે, શરદ પવાર NDAમાં જોડાશે કે નહીં અને NCPના વિલીનીકરણ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજકીય વર્તુળોમાં આ મુલાકાતો ચર્ચાનો વિષય બની છે. પરંતુ એકનાથ શિંદે અને પ્રફુલ્લ પટેલ બંનેએ આ મુલાકાતોને માત્ર સ્વાસ્થ્યની જાણકારી મેળવવા સાથે જોડેલી ગણાવી છે.
આ પણ વાંચો:શહેરના કોઈ પણ ખુણે મંગાવી શકશો ભોજન! Zomatoએ ઓર્ડરની રીતમાં કર્યો ફેરફાર












