ટ્રેન્ડિંગનેશનલમીડિયાસાયન્સ એન્ડ ટેકનોલોજી

TRAIના નિર્દેશની અસર થઈ, Jio, Airtel અને Viએ યુઝર્સ માટે નવી સર્વિસ શરૂ કરી

HD ન્યુઝ ડેસ્ક :    Reliance Jio, Airtel અને Vodafone Idea દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ છે. જો તમે આમાંથી કોઈ પણ કંપનીનું સિમ વાપરતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. Jio, Airtel અને Vi એ તેમના કરોડો યુઝર્સ માટે નવી સેવા શરૂ કરી છે. ટેલિકોમ કંપનીઓએ તેમના નેટવર્ક કવરેજ નકશા પોતપોતાની વેબસાઇટ પર અપલોડ કર્યા છે.

થોડા સમય પહેલા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટેલિકોમ કંપનીઓને તેમની વેબસાઈટ પર નેટવર્ક કવરેજ મેપ બતાવવાની સૂચના આપી હતી. ટ્રાઈની આ સૂચના પાછળનો હેતુ એ હતો કે મોબાઈલ યુઝર જાણી શકે કે કંપનીની વાયરલેસ અને બ્રોડબેન્ડ સેવાઓ ક્યાં ઉપલબ્ધ છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

ટ્રાઈએ નિર્દેશ આપ્યા હતા

ટેલિકોમ ટોકના રિપોર્ટ અનુસાર, TRAI તરફથી સૂચના આપતી વખતે, ટેલિકોમ કંપનીઓને કહેવામાં આવ્યું હતું કે મોબાઇલ નેટવર્ક કવરેજ વિશેની માહિતી સેવાની ગુણવત્તાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નેટવર્ક કવરેજ નકશા સુવિધાની મદદથી, યુઝર્સ સેવાનો લાભ લેતી વખતે વધુ સારો નિર્ણય લઈ શકશે. TRAIની આ સૂચના બાદ, નેટવર્ક કવરેજ મેપ હવે Jio, Airtel અને Vi દ્વારા લાઈવ કરવામાં આવ્યા છે.

Airtel, Jio અને Viનો નેટવર્ક કવરેજ મેપ હવે વેબસાઈટના ફૂટરમાં ઉપલબ્ધ છે. હવે તમે તમારા સર્વિસ ઓપરેટરની નેટવર્ક સર્વિસને અલગ-અલગ સ્થળોએ સરળતાથી ચેક કરી શકો છો. જો તમે નવું સિમ ખરીદવા જઈ રહ્યા છો, તો હવે તમે તમારા વિસ્તારમાં કઈ કંપનીની નેટવર્ક કનેક્ટિવિટી સારી છે તે પહેલાથી જ ચેક કરી શકો છો.

અહીંથી નેટવર્ક કવરેજ તપાસો
એરટેલ તેના ગ્રાહકોને નેટવર્ક કવરેજ મેપ પર 2G, 4G અને 5G કનેક્ટિવિટી ચેક કરવાનો વિકલ્પ આપી રહી છે. જો તમે એરટેલ સિમનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે airtel.in/wirelesscoverage/ ની મુલાકાત લેવી પડશે. જો આપણે Jio વિશે વાત કરીએ તો, કંપની ગ્રાહકોને 4G + 5G, 5G અથવા 4G નેટવર્ક ચેક કરવાનો વિકલ્પ આપી રહી છે. Jio યુઝર્સે jio.com/selfcare/coverage-map/ ની મુલાકાત લેવી પડશે. Vi વપરાશકર્તાઓ myvi.in/vicoverage વેબસાઇટની મુલાકાત લઈને નેટવર્ક કવરેજ ચકાસી શકે છે.

આ પણ વાંચો : લખનઉની ટીમને હાર બાદ મોટો ઝટકો, બોલરની શરમજનક હરકત પર IPLએ એક્શન લીધી

Back to top button