ટ્રેન્ડિંગ

હવે સ્પામ કોલ્સ કરનારાઓની ખેર નથી! TRAIને મળશે સીધો દંડ ફટકારવાનો અધિકાર

Spam Calls: જો તમે પણ વારંવાર આવતા ફેક કોલ્સ અને અજાણ્યા SMSથી પરેશાન છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર સ્પામ કોલ્સ અને મેસેજ પર લગામ લગાવવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ને વધુ સત્તાઓ આપવાની તૈયારી કરી રહી છે. સરકાર TRAIને નિયમોનું ઉલ્લંઘન કરતી ટેલિકોમ કંપનીઓ સામે સીધો દંડ ફટકારવાનો અધિકાર આપી શકે છે.

હાલમાં જો કોઈ ટેલિકોમ કંપની સ્પામ કોલ્સ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો TRAI સીધો દંડ ફટકારી શકતું નથી. તેના બદલે TRAIએ દંડ માટે દૂરસંચાર વિભાગને ભલામણ કરવી પડે છે. કાયદાકીય અડચણોને કારણે ઘણીવાર કંપનીઓ દંડની કાર્યવાહીમાંથી બચી જતી હતી અથવા TDSATમાં જઈને આદેશો પર સ્ટે મેળવી લેતી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

હવે સરકાર આ પ્રક્રિયાને વધુ સરળ અને કડક બનાવવા પર કામ કરી રહી છે. જો TRAIને સીધો દંડ ફટકારવાની સત્તા મળશે, તો નિયમોનું ઉલ્લંઘન કરતી ટેલિકોમ કંપનીઓ સામે ઝડપી કાર્યવાહી થઈ શકશે.

સ્પામ કોલ્સની ફરિયાદોમાં મોટો વધારો

છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનિચ્છનીય કોલ્સ અને SMS સામે લોકોની ફરિયાદોમાં સતત વધારો થયો છે.

  • 2023: સ્પામ કોલ્સ અને મેસેજ સામે 13.62 લાખ ફરિયાદો નોંધાઈ હતી.

  • 2024: ફરિયાદોનો આંકડો વધીને 19.38 લાખને પાર પહોંચ્યો હતો.

  • 2025: ફરિયાદોની સંખ્યા વધીને 31.09 લાખ થઈ હતી.

  • 2026ના પ્રથમ 6 મહિના: અત્યાર સુધીમાં 20.75 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે.

રિપોર્ટ અનુસાર, કુલ ફરિયાદોમાંથી 82 ટકા ફરિયાદો રજિસ્ટર્ડ ન હોય તેવા ટેલિમાર્કેટર્સ સામે નોંધાઈ છે.

આ પણ વાંચો: દેશભરમાં દિવાળીની ધૂમ, PM મોદીએ વીડિયો જાહેર કરી પાઠવી શુભકામનાઓ

ફેક કનેક્શન બંધ કરવાની કાર્યવાહીમાં ઘટાડો

એક તરફ સ્પામ કોલ્સ સામે ફરિયાદો વધી રહી છે, તો બીજી તરફ આવા કોલ્સમાં ઉપયોગમાં લેવાતા ફેક મોબાઇલ કનેક્શન બંધ કરવાની કાર્યવાહીમાં ઘટાડો જોવા મળ્યો છે.

  • ઓગસ્ટથી ડિસેમ્બર 2024 દરમિયાન 9.21 લાખ ફેક કનેક્શન બંધ કરાયા હતા.

  • વર્ષ 2025માં આ સંખ્યા ઘટીને 1.94 લાખ થઈ હતી.

  • વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં માત્ર 79 હજાર કનેક્શન બંધ કરાયા હતા.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર TRAIને વધુ સત્તાઓ આપીને સ્પામ કોલ્સ અને ફેક SMS સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહી છે.

આ પણ વાંચો: Rajkot : સરકારી આવાસમાં દારૂનો કાળો કારોબાર, લાખોનો મુદ્દામાલ ઝડપાયો
Back to top button