અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગફૂડમધ્ય ગુજરાત

ઘાટલોડિયામાં મુખ્યમંત્રી Bhupendra Patelની કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક!

Text To Speech
  • મુખ્યમંત્રીની કાર્યકર્તાઓ સાથે  ‘ટિફિન બેઠક’ 
  • CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે નીચે બેસી ટિફિન આરોગ્યુ
  • સોશિયલ મિડિયા પર ફોટો થયા વાયરલ
  • મોટી સંખ્યામા BJP કાર્યકર્તા-નેતાઓ ટિફિન લઈને પહોંચ્યા હતા 

ગઈકાલે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર્તાઓ સાથે ‘ટિફિન બેઠક’ કરી હતી. જેના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ભાજપની ટિફિન બેઠકમાં શું થઈ ચર્ચા?

અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં ગઈ કાલે ભાજપની ટિફિન બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમીન પર બેસીને ટિફિનના સ્વાદિસ્ટ ભોજનનો આનંદ માણતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રીએ આ ટિફિન બેઠકના ફોટા પોતાના સોશિયલ મિડિયા હેન્ડલ પર શેર કર્યા હતા.

 

તેમણે ટ્વીટર પર કેપ્શન આપતા લખ્યુ હતું કે, “ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠકમાં જોડાઈને વિકાસલક્ષી બાબતો અંગે વાર્તાલાપ કર્યો.”

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બેઠકમાં પહોંચ્યા હતા

ટિફિન બેઠક માટે ઘાટલોડિયા વોર્ડના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. તમામ કાર્યકર્તાઓ પોતાના ઘરેથી તૈયાર કરીને લાવેલા ભોજનને સાથે મળીને જમ્યા હતા અને સામુહિક ભોજનનો આનંદ માણ્યો હતો. આ બેઠકમાં પ્રજાના હિતની વિકાસલક્ષી ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે સાયન્સ સિટી ખાતે આવેલા આર. કે. રોયલ હોલમાં ભાજપની આ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે વર્ષ 2017થી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે.

આ પણ વાંચો: Biparjoy ચક્રવાતના પગલે રાજ્યમા 4 દિવસ વરસાદની આગાહી

Back to top button