ગુજરાત

રાજ્યના પ્રમુખ જળાશયોમાં સંગ્રહાયેલ પાણીનો જથ્થો કુલ 59 %થી વધુ, સરદાર સરોવર યોજનામાં હાલ 2.41 લાખ MCFT પાણી

GUJARAT : રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સરદાર સરોવર યોજનામાં હાલ 2.41 લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો

આ ઉપરાંત રાજ્યમાં જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ 72.33 ટકાથી વધુ એટલે કે 2.41 લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં 59.52 ટકા એટલે કે, 49,338 MCFT પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 54.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 49.11 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 43.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 37.12 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ 5.32 લાખ MCFT એટલે કે 59.75 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જ્યારે ગત વર્ષની સરખામણીએ તા. 3 મે 2025 સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં 32.35 ટકા, મધ્ય ગુજરાતમાં 49.09 ટકા, દક્ષિણ ગુજરાતમાં 51.05 ટકા, સૌરાષ્ટ્રમાં 32.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 33.61 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં 02 લાખ MCFT થી વધુ એટલે કે 60.15 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ 4.52 લાખ MCFT એટલે કે 50.71 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં 2021ની વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી હતી? જોઈ લો આ આંકડા

Back to top button