ટ્રેન્ડિંગવર્લ્ડ

“સમજુ હશે તો હુમલો નહીં કરે…”: ટ્રમ્પની ધમકી બાદ ઈરાને આપી કડક ચેતવણી

Iran Warns US :  મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં વધી રહેલો તણાવ ઘટવાના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો પ્રદેશમાં ફરી એકવાર યુદ્ધ શરૂ થશે, તો ઈરાન તેનો યોગ્ય અને જડબાતોડ જવાબ આપવામાં સહેજ પણ પાછળ નહીં હટે. આ સાથે જ અરાઘચીએ જણાવ્યું છે કે હવે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ની સુરક્ષા વ્યવસ્થા પહેલા જેવી રહેશે નહીં.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હોર્મુઝ જળમાર્ગ પર બદલાશે વ્યવસ્થા

ઈરાની વિદેશ મંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે 40 દિવસના ભીષણ યુદ્ધ બાદ સમગ્ર ક્ષેત્રમાં મૂળભૂત અને વ્યાૂહરચનાત્મક (Strategic) ફેરફારો આવી ચૂક્યા છે.

તેમણે ઉમેર્યું કે, હોર્મુઝ જળમાર્ગ દાયકાઓથી મુક્ત અવરજવર માટે ખુલ્લો રહ્યો છે. ઈરાન અને ઓમાન—બંને દેશોએ ક્યારેય દરિયાઈ વાહતુકમાં કોઈ અવરોધ ઊભો કર્યો નથી અને હંમેશા સુરક્ષા તથા પર્યાવરણનું રક્ષણ કર્યું છે. પરંતુ વર્તમાન યુદ્ધે બધું જ બદલી નાખ્યું છે.

અરાઘચીએ કહ્યું, “આપણે એ સ્વીકારવું પડશે કે હવે નવી વાસ્તવિકતાઓ સામે આવી છે. હોર્મુઝ દ્વારા જહાજોની અવરજવરનો માર્ગ હવે પહેલા જેવો રહેશે નહીં અને તેનું સંચાલન પણ બદલાઈ જશે. આ મુદ્દાઓ પર અમારા અને ઓમાન વચ્ચે વાટાઘાટો થઈ છે અને આ ચર્ચા આગળ પણ જારી રહેશે.”

આ પણ વાંચોઃ શરદ પૂર્ણિમાએ ખીર ક્યારે રાખવી? જાણો ચાંદનીમાં રાખવાનો સાચો સમય અને નિયમો

“ત્રીજા હુમલાનું પરિણામ પણ અલગ નહીં હોય”

વિદેશ મંત્રી અરાઘચીએ આગળ જણાવ્યું કે યુદ્ધ છેડાય કે ન છેડાય, ઈરાનની નીતિઓ બદલાશે નહીં.

તેમણે કહ્યું, “આજકાલ વધુ એક યુદ્ધ અંગે વાતો થઈ રહી છે. જો કોઈ સમજુ હશે તો તે ઈરાની જનતા પર બીજો સૈન્ય હુમલો કે હુમલો કરવાનો પ્રયાસ નહીં કરે. તેઓએ (અમેરિકા-ઈઝરાયેલ) બે વાર પ્રયાસ કરી જોયો છે અને તેના પરિણામો પણ જોઈ લીધા છે. જો તેઓ વધુ એક વાર પ્રયાસ કરવા માગતા હોય તો તે એમની મરજી છે, પરંતુ તેમને અગાઉના પ્રયાસથી કંઈ અલગ પરિણામ મળવાનું નથી.”

ટ્રમ્પે આપી હતી ‘એપિક ફ્યુરી’ની ધમકી

ઈરાનનું આ કડક વલણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન બાદ સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈરાન વિરુદ્ધ વધુ એક નાનું સૈન્ય અભિયાન ‘એપિક ફ્યુરી’ (Epic Fury) ચલાવી શકે છે.

જોકે, ટ્રમ્પે એવા પણ સંકેત આપ્યા હતા કે 3 નવેમ્બરે યોજાનારી અમેરિકી મિડ-ટર્મ ચૂંટણીઓ પહેલા કોઈ હુમલો કરવામાં આવશે નહીં અને આ યુદ્ધ જલ્દીથી સમાપ્ત થઈ જશે.

આ પણ વાંચોઃ 5 વર્ષમાં 35% વધી ગોલ્ડ લોન, આખરે ક્યા કારણે વધી રહ્યો છે ટ્રેંડ?

Back to top button