ગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગર ડિવિઝનમાં ડબલિંગ કામગીરીના કારણે ટ્રેન અસરગ્રસ્ત, ભાવનગર-રાજકોટ વચ્ચે દોડશે ઓખા ટ્રેન

Gujarat News : ભાવનગર ડિવિઝનમાં ડબલિંગ કામગીરીના કારણે ટ્રેન વ્યવહારને અસર થઈ છે. જામવંથલી-અલિયાબાડા રેલખંડમાં બ્લોક લેવાયો છે. આ દરમિયાન 28 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી વેરાવળ-ઓખા-વેરાવળ ટ્રેન સંપૂર્ણ રદ રહેશે. ભાવનગર-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ ચાલશે, જ્યારે સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ મોડી પડશે. રેલવે વિભાગે મુસાફરોને સહકાર આપવા અપીલ કરી છે.

ડબલિંગના કામ માટે બ્લોકના કારણે ટ્રેનો પ્રભાવિત

ભાવનગર – રાજકોટ ડિવિઝનમાં ડબલિંગના કામ માટે લેવાયેલા બ્લોકના કારણે કેટલીક પેસેન્જર ટ્રેનોનું સંચાલન પ્રભાવિત રહેશે. જેના કારણે ઓખા રૃટની ટ્રેન ભાવનગર-રાજકોટ-ભાવનગર વચ્ચે જ દોડાવામાં આવશે. જામવંથલી-અલિયાબાડા રેલખંડમાં ડબલિંગના કામ માટે બ્લોક લેવાયો છે. જેથી ભાવનગર મંડળની કેટલીક ટ્રેનોના સંચાલનમાં તા.24-10 થી તા.4-11 સુધી ફેરફાર કરાયો છે. જેમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા.24-10થી તા.3-11 સુધી ભાવનગરથી રાજકોટ વચ્ચે દોડશે. તેવી જ રીતે ઓખા-ભાવનગર ટ્રેન તા.25-10થી તા.4-11 સુધી રાજકોટ-ભાવનગર વચ્ચે દોડાવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાજકોટ-ઓખા-રાજકોટ વચ્ચે ટ્રેનને આંશિક રીતે રદ્દ કરાઈ

આ સમયગાળા દરમિયાન રાજકોટ-ઓખા-રાજકોટ વચ્ચે ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. તેમજ વેરાવળ-ઓખા-વેરાવળ ટ્રેન આગામી તા.28-10થી તા.4-11 સુધી સંપૂર્ણપણે રદ્દ રહેશે. 28મીની સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસને માર્ગમાં 2 કલાક, 40 મિનિટ સુધી નિયંત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, બ્લોકના કારણે આજે શનિવારે ઓખા-ભાવનગર ટ્રેન ઓખાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડી હતી.

આ પણ વાંચો : વડોદરા : રેલવે સ્ટેશન પર વિદેશી મહિલા 2.27 કિલો ડ્રગ્સ સાથે ઝડપાઈ

Back to top button