ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરા : રેલવે સ્ટેશન પર વિદેશી મહિલા 2.27 કિલો ડ્રગ્સ સાથે ઝડપાઈ

Gujarat News : વડોદરા રેલવે સ્ટેશન પર એક વિદેશી મહિલા 2.27 કરોડના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાઈ છે. આ કામગીરી વડોદરા રેલવે સ્ટેશન પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સ વિરોધી ઓપરેશન નાર્કોસ અંતર્ગત કરવામાં આવી છે. આ રેકેટના તાર અન્ય ક્યાં-ક્યાં જોડાયેલા છે અને આ ડ્રગ્સ ક્યાં સપ્લાય થવાનું હતું તે અંગે એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ત્યારે આગામી સમયમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસા થવાની સંભાવના છે.

મહિલા ગેરકાયદેસર રીતે માદક પદાર્થોની હેરાફેરી કરતી

સમગ્ર માહિતી અનુસાર, ડી.આર.આઈ. ( ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) અમદાવાદ યુનિટના અધિકારીને ગુપ્ત માહિતી મળી હતી કે, એક વિદેશી મહિલા ગેરકાયદેસર રીતે માદક પદાર્થોની હેરાફેરી કરી રહી છે. આ ચોક્કસ માહિતીના આધારે ડી.આર.આઈ.ની ટીમ વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચી હતી અને તેમણે આર.પી.એફ. પોસ્ટ વડોદરાની મદદથી વોચ ગોઠવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મહિલાને સુરક્ષીત આર.પી.એફ. પોસ્ટ વડોદરા ખાતે લાવવામાં આવી

સંયુક્ત ટીમે અમૃતસરથી બાન્દ્રા ટર્મિનસ તરફ જતી ટ્રેન પર નજર રાખી હતી. આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર પહોંચી, ત્યારે ટીમે કોચ નંબર બી પ ની સીટ નંબર 57 પર સવાર શંકાસ્પદ વિદેશી મહિલાને તેના સામાન સાથે નીચે ઉતારી હતી અને તેને સુરક્ષિત રીતે આર.પી.એફ. પોસ્ટ વડોદરા ખાતે લાવવામાં આવી હતી.

મહિલા પાસેથી 2 કિલો 27 ગ્રામ ડ્રગ્સ મળ્યું

આર.પી.એફ. અને ડી.આર.આઈ.ની સંયુક્ત કસ્ટડીમાં લેવામાં આવેલી મહિલાની પૂછપરછ કરાઈ હતી. તેણે પોતાની ઓળખ ગ્રેસ વલિયન (ઉં.વ.40) તરીકે આપી હતી અને તે નાઈજિરિયા દેશની નાગરિક હોવાનું બહાર આવ્યું હતું. તેણે પશ્ચિમ એક્સપ્રેસના ફરીદાબાદથી બાન્દ્રા સુધીની ટિકિટ મેળવી મુસાફરી શરૂ કરી હતી. મહિલાની પૂછપરછ બાદ તેની પાસેથી 2 કિલો 27 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. તમામ કાગળોની કાર્યવાહી પૂર્ણ કરીને પકડાયેલી વિદેશી મહિલા આરોપીને જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે આગળની કાયદેસરની તપાસ અર્થે ડી.આર.આઈ. અમદાવાદની ટીમ રવાના થઈ ગઈ છે.

આ પણ વાંચો : Ahmedabad: દારૂના નશામાં બિલ્ડરનો આતંક, CCTV ઢાંકી 30 મિનિટ સુધી શ્રમિકોને માર માર્યો

Back to top button