સુરતની લવ સ્ટોરી: સગીર વિદ્યાર્થીને ભગાડી જનાર ગર્ભવતી શિક્ષિકાનું કરાયું એબોર્શન

સુરત: 15 મે: 2025: સુરતમાં 23 વર્ષીય શિક્ષીકાએ તેના 13 વર્ષના સગીર વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદમાં પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે દરમીયાન શિક્ષિકા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સમગ્ર મામલે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરીને ગર્ભપાત માટે મંજૂર માગી હતી. કોર્ટે મંજૂરી આપતા સ્મિમેર હોસ્પિટલમાં શિક્ષિકાનું એબોર્શન કરાયું હતું. જ્યારે હવે ભ્રુણનો DNA ટેસ્ટ કરવામાં આવશે.
શિક્ષણ જગતની એક નાની લવ સ્ટોરીએ ભારે ચકચાર જગાવી છે. 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડીકલ તપાસ કરાવી ત્યારે શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો માલુમ પડ્યું હતું. સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ (પોકસો)ના જજ રાકેશ ભટ્ટે ગ્રાહય રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો હતો, ત્યારે આજે ગુરુવારે (15 મે, 2025) શિક્ષિકાનું એબોર્શન કરવામાં આવ્યું છે.
ભ્રુણનો DNA ટેસ્ટ કરાવવા માટે ગર્ભને સાચવી રાખવા એજન્સીને જણાવાયું છે. ભ્રુણના DNA સેમ્પલ સાથે 13 વર્ષના કિશોરનો DNA ટેસ્ટ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ આગામી બે મહિનામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો…છત્રી કાઢી રાખજો! ગુજરાતમાં છૂટાછવાયા માવઠાંનું યલો એલર્ટ












