પટનામાં વિદ્યાર્થીઓનો હોબાળો! ટ્રેન મોડી પડતાં સ્ટેશન પર તોડફોડ કરી

Students riot in Patna: બિહારની રાજધાની પટનામાં રવિવારે પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. પાટલીપુત્ર રેલવે સ્ટેશન પર ટ્રેન મોડું થતાં ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે સ્ટેશન પર પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ પણ સામે આવી હતી. આ દરમિયાન અનેક પોલીસકર્મીઓ અને અધિકારીઓને ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.
#WATCH | Patna, Bihar: Visuals from Patliputra Railway Station where stone-pelting and vandalism incident happened. https://t.co/2ieqtruNFy pic.twitter.com/3oBoZKDkW0
— ANI (@ANI) June 14, 2026
માહિતી મુજબ, બિહારમાં મધ્ય નિષેધ વિભાગની ભરતી પરીક્ષા યોજાઈ રહી હતી. પરીક્ષા માટે રાજ્યભરમાંથી હજારો ઉમેદવારો ટ્રેન મારફતે પટના પહોંચ્યા હતા. પાટલીપુત્ર સ્ટેશન પર પણ ઉમેદવારોની ભારે ભીડ એકઠી થઈ હતી. પરંતુ જે ટ્રેન દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી જવાનું હતું, તે સતત મોડું થતી હોવાથી વિદ્યાર્થીઓનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.
વિરોધ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા સ્પેશિયલ ટ્રેનમાં તોડફોડ કરી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસ અને રેલવે પોલીસ ફોર્સે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે આંસુ ગેસના શેલ છોડવામાં આવ્યા હતા તેમજ ચેતવણીરૂપ હવાઈ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
આ મામલે આઈજી જીતેન્દ્ર રાણાએ જણાવ્યું કે લગભગ 2 થી 3 કલાક સુધી હંગામો ચાલ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે નહીં તે ડરે ઉગ્ર બન્યા હતા. પથ્થરમારમાં કેટલાક જવાનોને પણ ઈજા પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું.
#WATCH | Patna DM Dr. Thiyagarajan says, “Around midnight, we received information that some people were creating a disturbance. We repeatedly requested them not to cause a ruckus and to cooperate with the examinees who wished to take the exam. However, certain anti-social… https://t.co/2ieqtruNFy pic.twitter.com/Ml5R400xfW
— ANI (@ANI) June 14, 2026
પટના જિલ્લા કલેક્ટર ડૉ. ત્યાગરાજને જણાવ્યું કે શરૂઆતમાં વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ વારંવાર ચેન પુલિંગ કરીને ટ્રેનો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉથી બે સ્પેશિયલ ટ્રેનો ઉપલબ્ધ હોવા છતાં વધુ ટ્રેનોની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો.
હંગામાની માહિતી મળતાં જ આઈજી, એસપી, એસડીએમ સહિત અનેક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અંતે રેલવે પ્રશાસને વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો : Horoscope 14th June: આ રાશિના લોકોની આવક વધી શકે છે, જુઓ આજનું રાશિ ભવિષ્ય












