સપ્તાહના ત્રીજા દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યું શેરબજાર: સેન્સેક્સ 300થી વધુ ઉછળ્યો

નવી દિલ્હી, 14 મે 2025: શેરબજારમાં ગઈકાલે 1300 પોઈન્ટનો કડાકો નોંધાયા બાદ આજે સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે. ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 500 પોઈન્ટ ઉછળ્યો હતો. હાલ સેન્સેક્સ 375.25 પોઈન્ટ છળી 81224 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 પણ 165.10 પોઈન્ટના ઉછાળે 24700ના મજબૂત લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરોમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 35 શેરોમાં તેજી જોવા મળી રહી છે.
બીએસઈ પર સેન્સેક્સ 130 પોઈન્ટના વધારા સાથે 81,278.49 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.14 ટકાના વધારા સાથે 24,613.80 પર ખુલ્યો હતો. ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા અને એરટેલના શેરમાં 4% સુધીની તેજી છે. જ્યારે, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ અને નેસ્લે ઇન્ડિયાના શેર 2.5% ઘટ્યા છે. NSE ના મેટલ સેક્ટરમાં સૌથી વધુ 1.42%નો વધારો થયો છે. આ ઉપરાંત, આઇટી, બેંકિંગ અને રિયલ્ટી શેરોમાં મામૂલી તેજી જોવા મળી રહી છે. જ્યારે, ફાર્મા, ઓટો અને હેલ્થકેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો..ભારતીય મૂળના અનિતા આનંદ બન્યા કેનેડાની વિદેશ મંત્રી, ગીતા પર હાથ મુકીને સોગંદ લીધા












