આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાવર્લ્ડ

ભારતીય મૂળના અનિતા આનંદ બન્યા કેનેડાની વિદેશ મંત્રી, ગીતા પર હાથ મુકીને સોગંદ લીધા

ટોરંટો, 14 મે, 2025: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ મંગળવારે પોતાની કેબિનેટમાં ફેરફારની ઘોષણા કરી હતી, જેમાં ભારતીય મૂળના અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં ફરીથી ચૂંટાયેલી લિબરલ સરકારની રચના હેઠળ તેમણે આ પગલું ભર્યું છે.

ગીતા પર હાથ રાખીને શપથ લીધા

મંગળવારે ગીતા પર હાથ રાખીને અનિતા આનંદે નવા વિદેશ મંત્રી તરીકે શપથ લીધા હતા. તે કેનેડાના વિદેશ મંત્રી બનનાર પ્રથમ હિન્દુ મહિલા પણ છે. કેનેડા અનેક વિદેશી બાબતોના પડકારોનો સામનો કરી રહ્યું છે.

પિતા તામિલનાડુના હતા અને માતા પંજાબના હતા

અનિતા આનંદનો જન્મ નોવા સ્કોટીયાના કેન્ટવિલેમાં થયો હતો. તેમના માતાપિતા ભારતીય ચિકિત્સકો હતા. તેમના પિતા એસવી આનંદ તામિલનાડુના હતા અને માતા સરોજ ડી રામ પંજાબના હતા. અનિતાને બે બહેનો છે, ગીતા આનંદ, જે ટોરોન્ટોમાં વકીલ છે, અને સોનિયા આનંદ મેકમાસ્ટર યુનિવર્સિટીમાં ચિકિત્સક અને સંશોધક છે.

મેલાની જોલીને ઉદ્યોગ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

આ વર્ષની શરૂઆતમાં જસ્ટિન ટ્રુડોના સ્થાને આવેલા અને ગયા મહિને ચૂંટણી જીતનારા કાર્નેએ મેલાની જોલીના સ્થાને અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે મેલાની જોલીને ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. અનિતા આનંદે અગાઉ સંરક્ષણ પ્રધાન સહિત અનેક ભૂમિકાઓ સંભાળી છે.

ફ્રાંસ્વા-ફિલિપ શેમ્પેન નાણામંત્રી રહેશે.

કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના વેપાર યુદ્ધ દરમિયાન ફ્રાંસ્વા-ફિલિપ શેમ્પેને નાણામંત્રી તરીકે પોતાનું પદ જાળવી રાખ્યુ છે, જ્યારે ડોમિનિક લેબ્લાંન્ક વેપાર મંત્રી રહ્યા છે. નોંધનીય છે કે કાર્નેએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા પ્રત્યે દર્શાવવામાં આવેલા આક્રમણનો સામનો કરવાનું વચન આપીને વડા પ્રધાન પદ જીત્યું હતું.

આ પણ વાંચોઃ જેટલું વિચારો છો એટલી નહીં વધે સેલરી, સમજો આ ગણિત

Back to top button