રાજ્યના એરપોર્ટ બન્યા ગુનાખોરીનો અડ્ડો : અમદાવાદથી 6 કિલો ગાંજો, તો રાજકોટથી 400 કિલો ચાંદી જપ્ત

Gujarat News : ગુજરાતના ઈન્ટર નેશનલ એરપોર્ટ ગુનાખોરીનો અડ્ડો બની ગયું હતું તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ તથા અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરીને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે અમદાવાદ ઈન્ટરનેશન એરપોર્ટ ખાતેથી એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા તા. 16મે શનિવારના રોજ બેંગકોકથી આવેલ એક પેસેન્જર પાસેથી 6.540 કિલોગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો. જ્યારે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રુ. 10 કરોડની કિંમતની 400 કિલો ચાંદી ઝડપાઈ છે.
મળતી માહિતી અનુસાર, એર ઈન્ટલિજન્સ યુનિટને બેંગકોકથી આવતી ફ્લાઈટમાં ડ્રગ્સનો જથ્થો લવાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે થાઈ એરવેઝ ઈન્ટરનેશનલની ફ્લાઈટ નંબર TG-34ના એક શંકાસ્પદ પેસેન્જરની અટકાયત કરી તેના સામાનનું સ્કેનિંગ અને તપાસ કરવામાં આવી. આ દરમ્યાન તેની ટ્રોલી બેગમાંથી 6 વેક્યુમ સીલ કરેલા પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટો ખોલતા તેમાંથી લીલા રંગનો સૂકા છોડ જેવો પદાર્થ મળ્યો હતો. એરપોર્ટ પર જ પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવતા તે ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આરોપી મૂળ છત્તીસગઢના રાયપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું
આ પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. જેમાં તે મૂળ છત્તીસગઢના રાયપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ હવે આ કેસના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી રહી છે. તેમજ આ રેકેટ પાછળ કઈ આંતરરાષ્ટ્રીય ગેંગ સક્રિય છે, તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે.
તો બીજી તરફ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાતમીના આધારે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ દરોડા પાડી અંદાજે 10 કરોડ રૂપિયા કિંમતની 400 કિલો ચાંદી ઝડપી છે. સૂત્રો અનુસાર, આ ચાંદીનો જથ્થો ઉત્તરપ્રદેશના વારાણસીથી ‘સનરાઈઝ પેઢી’ નામના વેપારી દ્વારા રાજકોટના સામાકાંઠા વિસ્તારના એક જાણીતા ચાંદીના વેપારીને મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ કેસમાં (IT) અને (GST) વિભાગ પણ સત્તાવાર રીતે તપાસમાં જોડાશે
ત્યારે આ મામલે સેન્ટ્રલ આઈ.બી. દ્વારા તપાસ શરૂ કરી દેવાય છે. આ મોટો જથ્થો ટેક્સ ચોરી કે હવાલા નેટવર્ક સાથે જોડાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ કરાઈ રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ કેસમાં જરૂર જણાશે તો ટૂંક સમયમાં જ ઇન્કમટેક્સ (IT) અને જીએસટી (GST) વિભાગ પણ સત્તાવાર રીતે તપાસમાં જોડાઈ શકે છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા વારાણસીથી રાજકોટના આ વેપારીને અત્યાર સુધીમાં કેટલો માલ મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રશિયન તેલની સસ્તી ઓફર ખતમ! 16 મેની ડેડલાઇન બાદ ભારત ક્યાંથી લેશે કાચું તેલ?












