ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ઉનાળામાં કેળા જલ્દી કાળા પડી જાય છે? અપનાવો આ ટિપ્સ, અઠવાડિયા સુધી રહેશે ફ્રેશ

Summer Tips: એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે અને ગરમીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ કાળઝાળ ગરમીમાં ફળો ખૂબ જ ઝડપથી બગડી જાય છે, જેમાં કેળા સૌથી જલ્દી પાકી જતા અને કાળા પડી જતા ફળ છે. ઘણીવાર આપણે ડઝનબંધ કેળા ખરીદીએ છીએ, પરંતુ બે જ દિવસમાં તે અતિશય પાકી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોવ, તો માસ્ટરશેફ પંકજ ભદૌરિયાએ એક અકસીર ઉપાય જણાવ્યો છે.

કેમ જલ્દી પાકી જાય છે કેળા?

કેળા કુદરતી રીતે ‘એથિલિન ગેસ’ છોડે છે, જે તેને પકવવામાં મદદ કરે છે. જ્યારે કેળાના આખા લૂમને એકસાથે રાખવામાં આવે છે, ત્યારે તેમાંથી વધુ પ્રમાણમાં ગેસ નીકળે છે. ઉનાળાના ઊંચા તાપમાનમાં આ પ્રક્રિયા ઘણી ઝડપી બની જાય છે, જેના કારણે કેળા ઝડપથી કાળા પડવા લાગે છે.

માસ્ટરશેફનો સરળ અને અસરકારક નુસખો

માસ્ટરશેફ પંકજ મુજબ, કેળાને લાંબો સમય તાજા રાખવા માટે તમારે એક રૂપિયો પણ ખર્ચવાની જરૂર નથી. કેળાના ઉપરના ભાગને, એટલે કે ડંખલ (Stem) ને પ્લાસ્ટિક રેપ અથવા એલ્યુમિનિયમ ફોઈલથી સારી રીતે લપેટી દો. આમ કરવાથી એથિલિન ગેસ નીકળવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને કેળા 4 થી 5 દિવસ સુધી વધુ તાજા રહે છે.

આ બાબતોનું પણ રાખો ધ્યાન:

  • હવા ઉજાસ વાળી જગ્યા: કેળાને હંમેશા ઠંડી અને જ્યાં હવા આવતી હોય તેવી જગ્યાએ રાખવા જોઈએ.
  • ફ્રિજમાં રાખવાનું ટાળો: કેળાને ક્યારેય ફ્રિજમાં ન રાખવા, કારણ કે ઠંડીને કારણે તેની છાલ જલ્દી કાળી પડી જાય છે.
  • અન્ય ફળોથી રાખો દૂર: કેળાને સફરજન કે કેરી જેવા અન્ય ફળોની નજીક ન રાખવા, કારણ કે તે પણ એથિલિન ગેસ છોડે છે જે કેળાને જલ્દી બગાડી શકે છે.

આ નાનકડી ટિપ્સ અપનાવીને તમે તમારા પૈસા બચાવી શકો છો અને લાંબા સમય સુધી તાજા કેળાનો આનંદ માણી શકો છો.

Disclaimer: હેલ્થને લગતા અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. હેલ્થના આર્ટિકલ વાંચકોની જાગૃતિના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ આપતું નથી. તમારી હેલ્થ બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ લેવી. humdekhenge.in આ માટે જવાબદાર રહેશે નહીં.

આ પણ વાંચોઃ મેદાન પર બેટર્સને હંફાવનાર ક્રિકેટર ખાઈ રહ્યો છે જીવન-મરણના ઝોલા, દિલ્હીની ICU માં દાખલ

આ પણ વાંચોઃ હવે ATMથી ઉપાડી શકાશે પીએફના નાણાં! પેન્શનમાં 7.5 ગણો વધારો થવાની શક્યતા

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button