ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

મેદાન પર બેટર્સને હંફાવનાર ક્રિકેટર ખાઈ રહ્યો છે જીવન-મરણના ઝોલા, દિલ્હીની ICU માં દાખલ

Afghanistan Cricketer Shapoor Zadran in ICU: ક્રિકેટના મેદાન પર પોતાની ઝડપી બોલિંગથી બેટ્સમેનોના સ્ટમ્પ ઉખાડી નાખનાર અફઘાનિસ્તાનનો ડાબોડી ફાસ્ટ બોલર શપૂર જાદરાન હાલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. જાદરાન અત્યારે દિલ્હીની એક હોસ્પિટલમાં આઈસીયુ (ICU) માં ગંભીર હાલતમાં ભરતી છે. તેના ભાઈએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને ઈમરજન્સીમાં લોહીની મદદ માટે અપીલ કરી છે.

દુર્લભ બીમારી સામે લડી રહ્યો છે જંગ

શપૂર જાદરાન હેમોફેગોસિટિક લિમ્ફોહિસ્ટિયોસિટોસિસ (HLH) નામની અત્યંત દુર્લભ અને જીવલેણ ઇમ્યુન ડિસઓર્ડરથી પીડાઈ રહ્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ બીમારીમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જ સ્વસ્થ અંગો પર હુમલો કરવા લાગે છે. હાલમાં શપૂર આ બીમારીના ચોથા સ્ટેજમાં છે, જેના કારણે તેના લિવર અને બોન મેરો પર ગંભીર અસર થઈ છે.

લોહીની તાત્કાલિક જરૂરિયાત

શપૂરના ભાઈ ગમાઈ જાદરાને ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી છે કે શપૂરના શરીરમાં લોહીની ભારે અછત સર્જાઈ છે. તેમણે દિલ્હીમાં રહેતા લોકોને અપીલ કરી છે કે જેઓ A પોઝિટિવ (+A) બ્લડ ગ્રુપ ધરાવતા હોય તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને રક્તદાન કરે. અફઘાનિસ્તાન ક્રિકેટને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં શપૂરનો મોટો ફાળો રહ્યો છે, તેથી સમગ્ર ક્રિકેટ જગત તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે.

શપૂર જાદરાને અફઘાનિસ્તાન માટે અનેક યાદગાર મેચો જીતાડી છે. ખાસ કરીને 2015ના વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ સામે તેણે ફટકારેલી છેલ્લી બાઉન્ડ્રી અફઘાન ક્રિકેટના ઈતિહાસની સૌથી યાદગાર ક્ષણોમાંની એક છે.

આ પણ વાંચોઃ હવે ATMથી ઉપાડી શકાશે પીએફના નાણાં! પેન્શનમાં 7.5 ગણો વધારો થવાની શક્યતા

આ પણ વાંચોઃ શું ખરેખર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા? વાયરલ થયેલો સરકારી આદેશ નીકળ્યો ફેક

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button