ટ્રેન્ડિંગબિઝનેસ

હવે ATMથી ઉપાડી શકાશે પીએફના નાણાં! પેન્શનમાં 7.5 ગણો વધારો થવાની શક્યતા

EPFO Big Update: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના કરોડો સભ્યો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર પીએફ નોંધાયેલા કર્મચારીઓને વધુ સુવિધાઓ આપવા માટે અનેક મહત્વના ફેરફારો પર વિચાર કરી રહી છે. જેમાં પેન્શનમાં જંગી વધારો અને પીએફ ઉપાડવા માટે એટીએમ (ATM) જેવી સુવિધા મુખ્ય છે.

પેન્શનમાં થઈ શકે છે મોટો વધારો

શ્રમિક સંગઠનો દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે કે EPS-95 હેઠળ લઘુત્તમ પેન્શન ₹1,000 થી વધારીને ₹7,500 કરવામાં આવે. જો સરકાર આ પ્રસ્તાવ સ્વીકારી લેશે, તો પેન્શનમાં સીધો 7.5 ગણો વધારો થશે. સંસદીય સમિતિએ પણ પેન્શન વધારવાની ભલામણ કરી છે.

મે મહિનામાં આવી શકે છે વ્યાજ

પીએફ ખાતાધારકો તેમના ખાતામાં 8.25% વ્યાજની રકમ જમા થવાની રાહ જોઈ રહ્યા છે. નાણા મંત્રાલયની મંજૂરી મળતા જ આ રકમ સીધી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. એવી શક્યતા છે કે મે 2026 માં વ્યાજની રકમ જમા થઈ શકે છે.

ATM કાર્ડથી પીએફ ઉપાડની સુવિધા

EPFO પોર્ટલ પર મોટા ટેકનિકલ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં પીએફ ખાતાધારકોને એટીએમ કાર્ડ જેવી સુવિધા મળી શકે છે, જેના દ્વારા તેઓ સેવિંગ એકાઉન્ટની જેમ જ પીએફના પૈસા ઉપાડી શકશે. આનાથી સભ્યો માટે પીએફના નાણાં સુધી પહોંચવું અત્યંત સરળ બની જશે.

EPFOનો નવો રેકોર્ડ અને ડિજિટલ પહેલ

નાણાંકીય વર્ષ 2025-26 માં EPFO એ 8.31 કરોડ ક્લેમ સેટલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ઉપરાંત, ‘E-PRAAPTI’ પોર્ટલ દ્વારા નિષ્ક્રિય પડેલા પીએફ ખાતાઓને ફરી સક્રિય કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. આધાર આધારિત એક્સેસ દ્વારા જૂના ખાતાઓને લિંક કરવા હવે પહેલા કરતા વધુ સરળ બનશે.

આ પણ વાંચોઃ શું ખરેખર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા? વાયરલ થયેલો સરકારી આદેશ નીકળ્યો ફેક

આ પણ વાંચોઃ જાણીતા ઉદ્યોગપતિના પુત્ર ચિંતન બીડીવાલા સામે પોલીસ ફરિયાદ, પૂર્વ પત્નીને પરેશાન કરી મૂકી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

Back to top button