શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા 60 કરોડના ફ્રોડ કેસમાં ફસાયા, IPC 420 હેઠળ કેસ દાખલ

- EOW એ શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રાજ કુન્દ્રા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 420 હેઠળ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા Shilpa Shetty and Raj Kundra ની મુશ્કેલી વધી ગઈ છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ શિલ્પા અને રાજ કુન્દ્રા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 420 હેઠળ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ કેસમાં આશરે ₹60 કરોડની છેતરપિંડી 60 crore fraud case નો આરોપ છે.
60 કરોડની છેતરપિંડીનો કેસ
આ કેસમાં ફરિયાદી ઉદ્યોગપતિ દીપક કોઠારી છે. અહેવાલો અનુસાર કોઠારીએ આરોપ લગાવ્યો છે કે 2015 થી 2023 ની વચ્ચે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ તેમને બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ નામના શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે આ સમયગાળા દરમિયાન આશરે ₹60 કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ આ નાણાંનો ઉપયોગ કંપનીના વ્યવસાયિક હેતુઓ માટે કરવામાં આવ્યો ન હતો અને તેના બદલે વ્યક્તિગત લાભ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.
ફરિયાદીના વકીલના જણાવ્યા મુજબ અત્યાર સુધી નોંધાયેલા સાક્ષીઓના નિવેદનો અને ઇલેક્ટ્રોનિક પુરાવા કથિત છેતરપિંડી તરફ ઈશારો કરે છે. EOW એ કેસમાં તમામ માહિતી અને પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે. હાલમાં તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.
આ કેસ હવે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સુનિશ્ચિત ગુનો માનવામાં આવે છે. તેથી ફરિયાદી વધુ કાનૂની કાર્યવાહી માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નો પણ સંપર્ક કરી શકે છે.
શિલ્પા-રાજને વિદેશ જતા અટકાવાયા
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ તાજેતરમાં લંડન જવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી, જ્યાં તેઓ રાજ કુન્દ્રાના બીમાર પિતાને મળવા માંગતા હતા. જોકે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે શરત મૂકી હતી કે વિદેશ પ્રવાસ કરતા પહેલા તેમણે કાં તો ₹60 કરોડ જમા કરાવવા પડશે અથવા તેટલી જ રકમ માટે બેંક ગેરંટી આપવી પડશે.
ભારતીય દંડ સંહિતાની કલમ 420 શું છે?
ભારતીય દંડ સંહિતાની કલમ 420 છેતરપિંડી અને અપ્રમાણિક રીતે મિલકત મેળવવા સાથે સંબંધિત છે. આ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ છેતરપિંડીથી બીજાને મિલકતના ભાગલા પાડવા અથવા મૂલ્યવાન દસ્તાવેજમાં ફેરફાર કરવા માટે પ્રેરે છે, તો તેને દોષિત ઠેરવવામાં આવે છે અને તેને મહત્તમ સાત વર્ષની જેલ અને દંડની સજા થઈ શકે છે.
આ પણ વાંચોઃ માત્ર 34 રૂપિયામાં મળી રહ્યો છે આ સરકારી બેંકનો શેર! જો તમે પણ શેરબજારમાં નવા છો, તો આ તક ચૂકશો નહીં












