પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે શિલ્પા શેટ્ટી બોમ્બે હાઈકોર્ટ પહોંચી, મોર્ફ્ડ, ડીપફેક કન્ટેન્ટ થયું હતુ વાયરલ

- શિલ્પા વતી આ અરજી તેમના વકીલ સના રઈસ ખાને દાખલ કરી હતી. ખાને જણાવ્યું હતું કે શિલ્પા શેટ્ટીએ વર્ષોની મહેનત દ્વારા પોતાની ઓળખ અને પ્રતિષ્ઠા બનાવી છે
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ સેલિબ્રિટીઝ તેમના પર્સનાલિટી રાઈટ્સને લઈને વધુને વધુ સતર્ક બની રહી છે. ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, કરણ જોહર અને અમિતાભ બચ્ચન પછી, અભિનેત્રી શિલ્પા શેટ્ટી Shilpa Shettyએ હવે તેના પર્સનાલિટી રાઈટ્સના રક્ષણ માટે કાનૂની કાર્યવાહી કરી છે.
શિલ્પાએ પોતાના ફોટા, નામ અને ઓળખના દુરુપયોગ સામે બોમ્બે હાઈકોર્ટ Bombay High Court માં અરજી દાખલ કરી છે. તાજેતરના સમયમાં ઘણી વેબસાઇટ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સે શિલ્પાના ફોટા અને વીડિયોનો પરવાનગી વિના ઉપયોગ કર્યાની જાણ થઈ છે. વધુમાં, અભિનેત્રી સંબંધિત ઘણી મોર્ફ કરેલી અને ડીપફેક સામગ્રી ફરતી થઈ છે, જેના કારણે તેણે કાનૂની કાર્યવાહી કરવી પડી છે.
શિલ્પાના નામ અને ફોટાનો દુરુપયોગ થઈ રહ્યો છે
શિલ્પા વતી આ અરજી તેમના વકીલ સના રઈસ ખાને દાખલ કરી હતી. ખાને જણાવ્યું હતું કે શિલ્પા શેટ્ટીએ વર્ષોની મહેનત દ્વારા પોતાની ઓળખ અને પ્રતિષ્ઠા બનાવી છે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને તેમની પરવાનગી વિના તેમના નામ કે છબીનો વ્યાપારી ઉપયોગ કરવાનો અધિકાર નથી. આવી અનધિકૃત કમાણી તેમના ગૌરવ અને મહેનતનું સીધું અપમાન છે. અમે તેમની ઓળખના વેપારી દુરુપયોગને રોકવા માટે હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરી છે.
ઘણી ફિલ્મ હસ્તીઓએ કોર્ટમાં અરજી કરી છે
તાજેતરના મહિનાઓમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, કરણ જોહર, ઋષભ શેટ્ટી, જયા બચ્ચન, ઋતિક રોશન અને અક્કીનેની નાગાર્જુન સહિત ઘણા કલાકારોએ પણ તેમના પર્સનલ રાઈટ્સના રક્ષણ માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. બોમ્બે હાઈકોર્ટે અગાઉ ઘણા સ્ટાર્સના પક્ષમાં આદેશો જારી કર્યા છે, જેમાં તેમના અવાજો, છબીઓ અને નામોના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પર્સનાલિટી રાઈટ્સ શું છે?
પર્સનાલિટી રાઈટ્સ એ વ્યક્તિના કાનૂની અધિકારો છે, જેના હેઠળ તેઓ પોતાની ઓળખ સાથે જોડાયેલા પહેલુઓ જેમ કે તેમનું નામ, છબી, અવાજ, સહી અથવા તેમની ઓળખના જાહેર કે વ્યવસાયિક ઉપયોગ પર નિયંત્રિત રાખે છે.
આ બે મુખ્ય ભાગોમાં વહેંચાય છે
રાઈટ ઓફ પબ્લિસિટી
પરવાનગી વિના જાહેરાત અથવા વ્યાપારી લાભ માટે વ્યક્તિના નામ અથવા ચહેરાનો, ખાસ કરીને સેલિબ્રિટીના નામ અથવા ચહેરાના ઉપયોગ સામે રક્ષણ પૂરું પાડે છે.
રાઈટ ટૂ પ્રાઈવસી
ખાનગી જીવનમાં દખલગીરી, ડીપફેક્સ, મોર્ફ ઈમેજ, નકલી એન્ડોર્સમેન્ટ અથવા ભ્રામક કન્ટેન્ટ સામે રક્ષણ આપે છે.
ડિજિટલ યુગમાં ડીપફેક્સ અને AI-જનરેટેડ કન્ટેન્ટના વધતા ઉપયોગ સાથે, સેલિબ્રિટીઝ માટે પર્સનાલિટી રાઈટ્સનું રક્ષણ પહેલા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે.
આ પણ વાંચોઃ જેની હત્યાના આરોપમાં જેલમાં બંધ હતો પતિ, તે જીવિત મળી, જાણો શું છે મામલો












