શેરબજારમાં વર્ષનો બીજો સૌથી મોટો કડાકો: સેન્સેક્સ 1390 પોઈન્ટ સુધી ગગડ્યો

નવી દિલ્હી, 1 એપ્રિલ, 2025: નાણાકીય વર્ષ 2025-26 ની શરૂઆત શેર બજાર માટે સારી રહી ન હતી. નાણાકીય વર્ષ 26ના પહેલા જ દિવસે શેરબજારમાં 1100 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો. એક મિનિટમાં જ રોકાણકારોએ 2.39 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. સેન્સેક્સ 1390 પોઈન્ટ (લગભગ 1.80%) ઘટીને 76,024 પર બંધ થયો. નિફ્ટી 353.65 પોઈન્ટ ઘટીને 23,165.70 પર બંધ થયો.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ વર્ષનો બીજો સૌથી મોટો ઘટાડો છે. આજે 1 એપ્રિલે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને 1% થી વધુ ઘટ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પની પ્રસ્તાવિત ટેરિફ જાહેરાતોને કારણે બજારમાં ભયનું વાતાવરણ છે. સૌથી મોટો ઘટાડો આઈટી શેરમાં જોવા મળ્યો. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 1,390.41 પોઈન્ટ અથવા 1.80 ટકા ઘટીને 76,024.51 પર બંધ થયો. નિફ્ટી 353.65 પોઈન્ટ ઘટીને 23,165.70 પર બંધ થયો. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂલ્ય 3 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 409.48 કરોડ રૂપિયા થયું છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરોમાં ઘટાડો થયો. એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ અને ઇન્ફોસિસ ટોચના ઘટાડા હતા, જેમાં લગભગ 4%નો ઘટાડો થયો હતો. NSE પર 50 શેરોમાંથી 36 શેરોમાં ઘટાડો થયો. નિફ્ટીમાં ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક અને મારુતિ સુઝુકીના શેર સૌથી વધુ ઘટ્યા હતા.
આ પણ વાંચો..Zomato/ નોકરી મળવાના એક જ વર્ષમાં 600 કર્મચારીઓની છટણી, જાણો કારણ












