કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ફિલ્મને ટક્કર મારે એવાં દ્રશ્યો: જામનગરમાં સળગતી ટ્રક રણજીત સાગર ડેમમાં ઉતારી

જામનગર, 2 જૂન, 2025: જામનગરના રણજીત સાગર રોડ પર ગઈકાલે સાંજે ઘાસ ભરેલો એક ટેમ્પો ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈન સાથે આવી ગયો હતો, તેમાં રહેલું ઘાસ સળગવા લાગ્યું હતું. જે સળગતા ઘાસ ભરેલા ટેમ્પોના ચાલકે સમય સૂચકતા વાપરીને ટેમ્પોને ડેમના પાણીમાં ઉતારી દીધો હતો, અને આગ બુઝાવી હતી. પોતે નીચે ઉતરી ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ત્યાંથી પસાર થનાર કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો, આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

જામનગરથી મોખાણા તરફ જઈ રહેલા એક મિની ટ્રકમાં સૂકા ઘાસનો જથ્થો ભરેલો હતો અને તે રવિવારે સાંજે રણજીત સાગર રોડ પર ડેમની નજીકથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રકમાં ભરેલા ઘાસના જથ્થામાં ઉપરથી પસાર થઈ રહેલી વિજ લાઇનમાંથી તણખો પડ્યો હતો અને ઘાસ સળગવા લાગ્યું હતું. આ બનાવ રણજીત સાગર ડેમની નજીક જ બન્યો હોવાથી મીની ટ્રક ના ચાલકે સમય સૂચકતા વાપરીએ પોતાનું સળગતું વાહન, કે જેમાં આગ લાગી હતી. જે બુઝાવવા માટે વાહનને સીધું જ ડેમમાં ઉતારી દેવાનો પ્લાન કર્યો હતો.

જે મુજબ પોતાનું વાહન ડેમના પાણીમાં લઈ જઈ ડેમની અંદર ઉતારી દીધું હતું, અને પોતે છલાંગ મારીને પાણીમાં ઉતરી ગયો હતો, ત્યારબાદ તેણે ડેમના પાણીથી પ્રાથમિક ભુઝાવવાનો પ્રયાસ કર્યો, હતો, ત્યાર બાદ આગ કાબુમાં આવી ગઈ હતી. આગની ઘટના સમયે સળગતા ટ્રકની પાછળની નીકળનારા અન્ય વાહન ચાલકો કે જેઓએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો.

આ પણ વાંચો..શું કોરોના વેક્સિનના નામે નવું કૌભાંડ શરૂ થયું? જુઓ વીડિયો

Back to top button