અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયાયુટિલીટીવીડિયો સ્ટોરી

શું કોરોના વેક્સિનના નામે નવું કૌભાંડ શરૂ થયું? જુઓ વીડિયો

અમદાવાદ, 2 જૂન, 2025 – scam in the name of Corona vaccine Watch the video કૌભાંડી માનસિકતા ધરાવતા માનવતાના દુશ્મનોનો કોઈ ઉપાય જ નથી. આજે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ જે કંઈ કહે છે તે સાંભળીને આવા કૌભાંડીઓ ઉપર ગુસ્સો અને આક્રોશ આવ્યા વિના નહીં રહે.

જોકે, એવો કોઈ ગુસ્સો કાઢવાનો કોઈ અર્થ નથી કેમ કે આ કૌભાંડીઓ સીધી રીતે આપણી સામે આવતા નથી પરંતુ કાયરોની જેમ પડદા પાછળ રહીને છેતરપિંડી કરે છે.

વીડિયો બનાવનારે દાવો કર્યો છે કે, કૌભાંડી ટોળકી આરોગ્ય વિભાગના નામે ફોન કરીને તમને છેતરી રહી છે તેથી સૌએ સાવધાન રહેવું જરૂરી છે. 

આ વીડિયોમાં જે વાત કહેવામાં એવી છે તે અતિશય ગંભીર છે. જો આવું હોય તો સરકારે તો સાવધાન થવું જ પડશે, પરંતુ દરેકે દરેક નાગરિકે પણ સાવધાન થવું પડશે અને પરિવારના સભ્યોને સાવધાન કરવા પડશે.

તો વાત એમ છે કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક કાયર બદમાશ લોકોની ટોળકી સક્રિય થઈ છે અને ગમે તે લોકોને ફોન કરે છે. ફોનમાં ટેપ વાગે છે કે, તમે કોવિડ-19 સમયે વેક્સિન લીધી હતી કે નહીં? તમને 1 નંબર અથવા 2 નંબર દબાવવાનું કહે છે. પરંતુ કોઇપણ નંબર દબાવવાથી તમારો ફોન હૅક થઈ શકે છે અને જો ફોનમાં તમારા બેંક ખાતાની એપ્લિકેશન હશે તો તમને ગંભીર આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

અહીં જુઓ એ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

જો તમે આ સમાચાર વાંચ્યા હોય અને વીડિયો સાંભળી લીધો હોય તો સમાચારની લિંક તમારા તમામ પરિચિતોને, તમામ ગ્રુપમાં તરત જ શૅર કરો અને દરેકને કાયર બદમાશોના કૌભાંડનો ભોગ બનતા બચાવી લો.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશની કરન્સી નોટ પર હવે હિન્દુ અને બૌદ્ધ મંદિરો દેખાશે, શેખ મુઝીબુર રહેમાનની તસવીર ગાયબ

આ પણ વાંચોઃ UPSCએ નવું ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ રજૂ કર્યું

આ પણ વાંચોઃ વાહ નેતાજી વાહ! વીજળી બચાવવા માટે આ નેતા જૂન મહિનામાં AC કે ફ્રીજ વાપરશે નહીં, પાર્કમાં ટેંટ લગાવીને રહેશે

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button