પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે સરકાર 10-15 દિવસનું લોકડાઉન લગાવી શકે છે- સંજય રાઉત

Lockdown Rumors: આજે શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં એવો બોમ્બ ફોડ્યો કે દેશમાં હજુ એક વાર લોકડાઉન લાગી શકે છે, પણ આ વખતે કોરોના નહીં, પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે. રાઉતે કહ્યું, “પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે મોદી સરકાર 10-15 દિવસનું લોકડાઉન લગાવી શકે છે,”
આ નિવેદન પાછળનું કારણ?
પશ્ચિમ એશિયામાં ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલની સપ્લાય અટકી છે. ભારતનું મોટા ભાગનું LPG અને તેલ ત્યાંથી આવે છે. પરિણામે દેશમાં LPGની અછત સર્જાઈ છે. ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો, કેટલીક હોટલ-રેસ્ટોરન્ટે રસોડા બંધ કરી દીધા છે. પેટ્રોલ પંપ પર પણ પેનિક બાયિંગ શરૂ થઈ ગયું છે. લોકો ડરે છે કે કિંમત વધશે તો શું થશે?
પણ સરકારે તરત જ આ વાત નકારી દીધી છે. કેન્દ્રીય મંત્રી હરદિપ સિંહ પુરીએ કહ્યું, “કોઈ લોકડાઉન નહીં લાગે. અમારી પાસે 60 દિવસનો તેલનો સ્ટોક છે. કોઈ અછત નથી, ફક્ત અફવાઓ ફેલાવામાં આવી રહી છે.” તેમણે લોકોને અપીલ કરી કે પેનિક ખરીદી ન કરો. પીએમ મોદીએ પણ તૈયારીની વાત કરી છે. બીજેપીએ રાઉત પર આક્રમક થઈને કહ્યું, “રાઉત અફવાઓ ફેલાવીને રાજકીય લાભ લેવા માંગે છે. દેશને ડરાવવાની આ રમત નહીં ચાલે.”
“पेट्रोल-डीजल बचाने के लिए मोदी सरकार लॉकडाउन लगा सकती है”
– संजय राउत
pic.twitter.com/xVtZUsXKtZ— Lutyens Media (@LutyensMediaIN) March 27, 2026
આ ઘટના ફરી એક વાર યાદ અપાવે છે કે ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે વૈશ્વિક રાજનીતિ કેટલી મહત્વની છે. રાઉતનું નિવેદન રાજકીય હોય કે વાસ્તવિક, પણ લોકોની ચિંતા વધી છે. હવે જોવાનું એ છે કે સરકાર આ અફવાઓને કેવી રીતે હેન્ડલ કરે છે અને તેલની સપ્લાય ચેઈનને કેવી રીતે મજબૂત કરે છે.
આ પણ વાંચો: વિવાહિત પુરુષનું લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું અપરાધ નહીં- અલ્લાહાબાદ હાઈકોર્ટ












