ટ્રેન્ડિંગનેશનલ

ટૂંક સમયમાં ભારતમાં દોડશે બુલેટ ટ્રેન… રેલ્વે મંત્રીએ જાહેર કરી તારીખ, જાણો શું હશે ટિકિટનો ભાવ

નવી દિલ્હીઃ 21 સપ્ટેમ્બર, 2025: Bullet Train Update: રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈમાં શનિવારે ઘનસોલી અને શિલફાટા વચ્ચે બનેલી 5 કિલોમીટર લાંબી ટનલના બ્રેકથ્રુ બ્લાસ્ટ બાદ જાહેરાત કરી કે, સુરતથી બિલિમોરા સુધી બુલેટ ટ્રેનનું પ્રથમ સેક્શન વર્ષ 2027 સુધીમાં શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટથી ભારતને આર્થિક, ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મોટો ફાયદો થશે.

વધુમાં રેલ મંત્રીએ કહ્યું કે, વર્ષ 2028માં થાણે અને વર્ષ 2029માં મુંબઈ સુધી સમગ્ર કોરિડોર પર બુલેટ ટ્રેન દોડતી થઈ જશે. બુલેટ ટ્રેનનો ઓછો ભાડું સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

મુંબઈ-અમદાવાદનું અંતર 2 કલાક 7 મિનિટમાં કપાશે આ

આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેન શરૂ થયા બાદ મુંબઈથી અમદાવાદ સુધીનું 508 કિલોમીટરનું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં પૂર્ણ થશે, જ્યારે હાલમાં વંદે ભારત એક્સપ્રેસથી આ પ્રવાસમાં લગભગ 5 કલાક લાગે છે.

પીક અવર્સમાં દર 30 મિનિટે બુલેટ ટ્રેન દોડશે શરૂઆતમાં, પીક અવર્સ દરમિયાન દર અડધા કલાકે ટ્રેન સેવા ઉપલબ્ધ રહેશે. બીજા તબક્કામાં, કામગીરી સ્થિર થતા દર 20 મિનિટે સેવા મળશે અને સમગ્ર સેક્શન પર કામ પૂર્ણ થયા બાદ દર 10 મિનિટે ટ્રેન ઉપલબ્ધ થશે.

જાપાનની E10 શિંકન્સેન બુલેટ ટ્રેન ભારતમાં આવશે અશ્વિની વૈષ્ણવે જાપાનના ડેપ્યુટી મિનિસ્ટરની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળ સાથે થયેલી બેઠક વિશે પણ માહિતી આપી. બંને પક્ષોએ પ્રોજેક્ટની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બેઠકમાં જાપાનની નવી પેઢીની બુલેટ ટ્રેન ‘E10 શિંકન્સેન’ ભારતમાં લાવવા પર પણ ચર્ચા થઈ, જેના પર જાપાને સહમતી આપી છે.

પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ:

  • કુલ 508 કિલોમીટરમાંથી, 321 કિલોમીટર વાયાડક્ટ અને 398 કિલોમીટર પિયરનું કામ પૂર્ણ.
  • 17 નદી પુલ અને 9 સ્ટીલ બ્રિજ તૈયાર.
  • 206 કિલોમીટરના રૂટ પર 4 લાખથી વધુ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે.
  • પાલઘર જિલ્લામાં 7 પહાડી ટનલ ખોદવાનું કામ ચાલી રહ્યું છે.
  • ગુજરાતના તમામ સ્ટેશનો પર નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં.
  • મુંબઈના ભૂગર્ભ સ્ટેશન પર બેઝ સ્લેબ કાસ્ટિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાત: અમિત ખૂંટ આપઘાત કેસ મામલે ગોંડલ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર

આ પણ વાંચોઃ કાલથી શરૂ થઈ રહી છે નવરાત્રી, પ્રથમ દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજા, આ રાશિઓને થશે લાભ

Back to top button