ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીની તબિયત અચાનક લથડી, રાંચીમાં INDI બ્લોકની રેલીમાં નહીં થાય સામેલ

નવી દિલ્હી, 21 એપ્રિલ: ઝારખંડની રાજધાની રાંચીમાં રવિવારે ઉલ્ગુલન ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેની કમાન જેલમાં બંધ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને સંભાળી છે. આ કાર્યક્રમમાં લગભગ 28 વિરોધ પક્ષોના નેતાઓ અને કાર્યકરોનો જમાવડો લાગ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તબિયત અચાનક લથડી છે. હવે તે રાંચીમાં યોજાઈ રહેલી ‘INDI’ગઠબંધનની રેલીમાં ભાગ લઈ શકશે નહીં. કોંગ્રેસ નેતા જયરામ રમેશે X પર આ અંગે માહિતી આપી છે. એટલે કે, રાહુલ ગાંધીનો ઝારખંડ પ્રવાસ સ્થગિત થયો છે. જો કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન રેલીમાં હાજરી આપશે.

રાહુલ ગાંધીની તબિયત અચાનક બગડી

કોંગ્રેસના નેતા જયરામ રમેશે X પર લખ્યું, ‘રાહુલ ગાંધી આજે સતના અને રાંચીમાં ચૂંટણી પ્રચાર માટે એકદમ તૈયાર હતા, જ્યાં I.N.D.I.Aની રેલી યોજાઈ રહી છે. પરંતુ તેઓ અચાનક બીમાર પડી ગયા છે અને આવી હાલતમાં તેઓ દિલ્હીની બહાર જઈ શકતા નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતનામાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી રાંચીની રેલીમાં ચોક્કસપણે હાજરી આપશે.

કેમ કરાયું મહાગઠબંધનની રેલીનું આયોજન?

હકીકતમાં 31 જાન્યુઆરીએ EDએ કથિત જમીન કૌભાંડમાં હેમંત સોરેનની ધરપકડ કરી હતી. 21 માર્ચે EDએ કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. બંને નેતાઓ હાલ જેલમાં છે. તાજેતરમાં દિલ્હીના રામલીલા મેદાનમાં કેજરીવાલની ધરપકડના વિરોધમાં વિરોધ પક્ષોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં હેમંત સોરેનની ધરપકડના વિરોધમાં આજે રાંચીમાં ઉલ્ગુલાન ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ રેલીમાં AAPના વડા અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ રાંચી પહોંચ્યાં છે. તેમની સાથે AAP સાંસદ સંજય સિહં અને પંજાબના સીએમ ભગવંત માન પણ રાંચી આવી ચૂક્યા છે. અખિલેશ યાદવ, ફારૂક અબ્દુલ્લા, તેજસ્વી યાદવ સહિત આશરે 12 નેશનલ લીડર આ જાહેરસભામાં ભાગ લેશે. જો કે, આવામાં રાહુલ ગાંધીની તબિયત બગડતા તેઓએ ઝારખંડનો પ્રવાસ સ્થગિત કર્યો છે.

આ પણ વાંચો: જો ઇન્ડિયા એલાયન્સ જીતશે તો રાહુલ ગાંધી વડાપ્રધાન પદના દાવેદાર હશે, આ દિગ્ગજ નેતાએ જણાવી ભવિષ્યની વ્યૂહરચના

Back to top button