ટ્રેન્ડિંગનેશનલમીડિયા

PM Modi UAE Visit 2026: સસ્તો થશે રસોઈ ગેસ, ઊર્જા સુરક્ષા માટે મોટી ડીલની તૈયારી

PM Modi UAE Visit 2026: ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઊભું થયું છે ત્યારે ભારત માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 થી 20 મે 2026 દરમિયાન યુએઈ, નેધરલેન્ડ્સ, સ્વીડન, નોર્વે અને ઇટાલી સહિત પાંચ દેશોની મુલાકાતે જવાના છે. આ પ્રવાસમાં સૌથી મહત્વપૂર્ણ પડાવ સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ માનવામાં આવી રહ્યો છે.

માહિતી મુજબ, વડાપ્રધાન મોદી યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન જાયદ અલ નાહયાન સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં ભારતની ઊર્જા સુરક્ષા, રસોઈ ગેસની સપ્લાય અને પેટ્રોલિયમ સંગ્રહ અંગે મોટા કરારો થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે, જેના કારણે ભારત માટે એલપીજી અને ક્રૂડ ઓઈલની ઉપલબ્ધતા મોટો મુદ્દો બની છે. આવી સ્થિતિમાં ભારત અને યુએઈ વચ્ચે લાંબા ગાળાના ઊર્જા સહકારને લઈને મહત્વપૂર્ણ સમજૂતી થવાની શક્યતા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

તાજેતરમાં યુએઈએ ઓપેક પ્લસ સંગઠનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ભારત અને યુએઈ વચ્ચે સીધા દ્વિપક્ષીય ઊર્જા વેપાર માટે નવા માર્ગ ખુલ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ સહકાર ભારતને ગેસ અને તેલની કિંમતો સ્થિર રાખવામાં મદદરૂપ બની શકે છે.

યુએઈમાં લગભગ 45 લાખ ભારતીયો વસે છે. વડાપ્રધાન મોદી પોતાના પ્રવાસ દરમિયાન ત્યાં રહેતા ભારતીયોના કલ્યાણ અને સુરક્ષા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. યુએઈ હાલમાં ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે.

યુએઈ બાદ વડાપ્રધાન મોદી યુરોપના ચાર દેશોની મુલાકાત લેશે. નેધરલેન્ડ્સ, સ્વીડન, નોર્વે અને ઇટાલી સાથે ગ્રીન ટેકનોલોજી, નવીનીકરણીય ઊર્જા અને કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મુકવામાં આવશે.

ભારત સરકારનો હેતુ યુરોપીય દેશોમાંથી રોકાણ આકર્ષીને દેશમાં સ્વચ્છ ઊર્જા અને આધુનિક ટેકનોલોજી વિકાસને વધુ ગતિ આપવાનો છે. આ પ્રવાસ ભારતની ઊર્જા અને આર્થિક નીતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ચમચીથી મગરની આંખ ફોડી મહિલાએ બચાવ્યો જીવ, ઓડિશામાં ચોંકાવનારી ઘટના

Back to top button