ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

કાશ્મીરમાં વંદે ભારતના પ્રારંભ સાથે પીએમ મોદી ત્રિરંગો લઈને ચાલ્યા, કેમ?

જમ્મુ અને કાશ્મીર, 6 જૂન 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. જોકે આ પછી તેમણે જે કર્યું તે દેશ અને દુનિયા માટે ઘણો મોટો સંદેશ હતો. પીએમ મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ હાથમાં ત્રિરંગો લઈને ચાલ્યા હતા અને ત્રિરંગો જોરશોરથી લહેરાવ્યો હતો. દેખીતી રીતે તેઓ પાકિસ્તાનને સંદેશો આપવા માગતા હતા કે કાશ્મીર ભારતનું જ છે અને ભારતનું રહેશે, તેને ભારતથી અલગ કરવાનાં સપનાં છોડી દો.

આજનો દિવસ જમ્મુ અને કાશ્મીર માટે ખૂબ જ ખાસ બનવાનો છે. આજે એટલે કે 6 જૂન (શુક્રવાર) ના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કટરાથી સાંગલદાન સુધી ચાલતી વંદે ભારત ટ્રેનને લીલી બતાવી હતી. આ 63 કિમી લાંબો રેલ રૂટ છે, જેમાં વિશ્વનો સૌથી ઊંચો ચેનાબ રેલવે પુલ અને ભારતનો પ્રથમ કેબલ અંજી પુલ પણ શામેલ છે. પીએમ મોદીએ લીલી ઝંડી બતાવ્યાના બીજા જ દિવસે 7 જૂન, 2025 થી આ રૂટ પર સામાન્ય લોકો માટે ટ્રેનો દોડવાનું શરૂ કરશે.

કટરા-શ્રીનગર વંદે ભારત: સ્ટોપેજ ક્યાં છે?

કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ હાલમાં બનિહાલ ખાતે સુનિશ્ચિત થયેલ છે, તેમાં સ્ટોપેજ પછીથી ઉમેરવામાં આવે તેવી અપેક્ષા છે.

કટરા-શ્રીનગર વંદે ભારત: ભાડું કેટલું હશે?

ઉત્તર રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ ટ્રેનમાં ચેર કાર (CC) અને એક્ઝિક્યુટિવ ક્લાસ (EC) બે શ્રેણીઓ છે. મુસાફરોએ ચેર કાર ટિકિટ માટે 715 રૂપિયા અને એક્ઝિક્યુટિવ કેટેગરી માટે 1,320 રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા 7 જૂનથી સામાન્ય લોકો માટે શરૂ થશે. ઉત્તર રેલવેએ જણાવ્યું હતું કે ભારતીય રેલવે કેટરિંગ અને પર્યટન નિગમ (IRCTC) એ ગુરુવાર સાંજથી આ માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. ઉત્તર રેલ્વેના જણાવ્યા અનુસાર, બે વંદે ભારત ટ્રેન કટરા અને શ્રીનગર વચ્ચે દિવસમાં ચાર ટ્રીપ કરશે.

પહેલી ટ્રેન કટરાથી સવારે 8:10 વાગ્યે ઉપડશે અને સવારે 11:08 વાગ્યે શ્રીનગર પહોંચશે. આ જ ટ્રેન શ્રીનગરથી બપોરે 2 વાગ્યે પરત ફરશે અને સાંજે 4:58 વાગ્યે કટરા પહોંચશે. મંગળવારે આ ટ્રેન સેવા ઉપલબ્ધ રહેશે નહીં. તેવી જ રીતે, બીજી ટ્રેન કટરાથી બપોરે 2:55 વાગ્યે ઉપડશે અને સાંજે 5:53 વાગ્યે શ્રીનગર પહોંચશે. આ જ ટ્રેન બીજા દિવસે સવારે 8 વાગ્યે શ્રીનગરથી પરત ફરશે. આ સેવા બુધવારે કાર્યરત રહેશે નહીં. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘લગભગ 3 કલાકની મુસાફરી દરમિયાન, ટ્રેનો હાલમાં ફક્ત બનિહાલ પર જ રોકાશે, પરંતુ પછીથી અન્ય સ્ટોપેજ વિશે પણ નિર્ણય લેવામાં આવશે.’

શાકાહારી ભોજન પીરસવામાં આવશે

“મુસાફરી દરમિયાન, મુસાફરોને શાકાહારી ભોજન પીરસવામાં આવશે જેમાં કેટલીક ત્યાંની સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ થશે,” IRCTC ના એક અધિકારીએ જણાવ્યું. “વધતી રેલ કનેક્ટિવિટી મુસાફરોને ખીર ભવાની મંદિર, માર્તંડ સૂર્ય મંદિરની મુલાકાત લેવાની અને અમરનાથ યાત્રામાં ભાગ લેવાની સુવિધા આપશે અને ધાર્મિક પર્યટનને પણ પ્રોત્સાહન આપશે,” રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે આ રૂટ પર વંદે ભારત ટ્રેનોને ખાસ કરીને ‘એન્ટિ-ફ્રીઝિંગ’ ટેકનોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવી છે જેથી ભારે ઠંડીમાં પાણી અને બાયો-ટોઇલેટ જામી ન જાય.

ઘાટીના લોકો માટે ઐતિહાસિક પ્રસંગ

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કાશ્મીર રેલ સેવાના ઉદ્ઘાટનને દેર આયે દુરસ્ત આયે જણાવતા કહ્યું કે તેઓ પણ લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા કારણ કે અહીંના લોકો માટે આ એક ઐતિહાસિક પ્રસંગ છે. PM મોદી આજે બહુપ્રતિક્ષિત કાશ્મીર રેલ લિંકનું ઉદ્ઘાટન કરશે. તેઓ ચિનાબ બ્રિજ અને ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ અંજી બ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે.

અબ્દુલ્લાએ કહ્યું કે રેલવે સેવા શરૂ થવાથી લોકો ઓછા ખર્ચે મુસાફરી કરી શકશે અને 5,000 રૂપિયાની ટિકિટો 20,000 રૂપિયામાં વેચીને અમને લૂંટનારા કેટલાક એર સર્વિસ પ્રોવાઈડર્સનો ધંધો પણ બંધ થઈ જશે.

આ પણ વાંચો : રેપો રેટમાં જમ્બો કટ, 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 5.50% કરવામાં આવશે; લોનના હપ્તા ઓછા થશે

Back to top button