ખુશખબર: હેરા ફેરી 3માં બાબુ ભૈયાની વાપસી થઈ, ખુદ પરેશ રાવલે પુષ્ટિ કરી, ફરી એક વાર ત્રિપૂટી ધમાલ મચાવશે

Hera Pheri 3 Update: પરેશ રાવલે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ચાહકોને મોટી ખુશખબર આપી છે. અભિનેતાએ ‘ધ હિમાંશુ મહેતા શો’ના તાજેતરના એપિસોડમાં પુષ્ટિ કરી હતી કે તે ‘હેરા ફેરી 3’માં બાબુ ભૈયાની ભૂમિકામાં ફરી જોવા મળશે અને અક્ષય કુમાર સહિત આખી ટીમ સાથેના બધા વિવાદો હવે સમાપ્ત થઈ ગયા છે.
પરેશ રાવલે કહ્યું, “તો મારી ઈચ્છા છે કે બધા ભાઈઓ ભેગા થાય, બધાએ સખત મહેનત કરવી જોઈએ, બીજું કંઈ નહીં. મામલો ઉકેલાઈ ગયો છે. કંઈ થયું નથી! બધું શાંત થઈ ગયું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે જ્યારે દર્શકોને કોઈ વાત ખૂબ ગમે છે, ત્યારે કલાકારો પર એક ખાસ જવાબદારી આવે છે કે તેઓ તેને હળવાશથી ન લે અને પૂરી મહેનતથી કામ કરે.
View this post on Instagram
આ નિવેદન પછી, ચાહકોમાં ભારે ઉત્સાહ છે કારણ કે હવે મૂળ ત્રિપુટી – અક્ષય કુમાર (રાજુ), સુનીલ શેટ્ટી (શ્યામ) અને પરેશ રાવલ (બાબુ ભૈયા) ફરી એકવાર સાથે જોવા મળશે.
અહીં ઉલ્લેખનિય છે કે, ઘણા સમયથી હેરાફેરી 3 ને લઈને ઘણા વિવાદો સામે આવી રહ્યા હતા, ખાસ કરીને કલાકારો અને સ્ક્રિપ્ટને લઈને, પરંતુ હવે બધું ઉકેલાઈ ગયું છે.
ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા છે અને દર્શકો આ સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઇઝી ફરીથી શું જાદુ બતાવશે તે જોવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. હેરા ફેરીની લોકપ્રિયતા જોઈને, ફિલ્મ નિર્માતાઓ પણ આ વખતે કંઈક નવું અને શક્તિશાળી રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો: એક જ પરિવારના 3 સભ્યોના મૃતદેહ ઘરમાંથી મળતા સનસનાટી ફેલાઈ, મૃતકમાં પતિ-પત્ની અને દીકરી હતી












