ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા નગરપાલિકા કર્મચારી મંડળના નવા હોદેદારો વરાયા

Text To Speech

પાલનપુર : ડીસા નગરપાલિકાના કર્મચારીઓનું યુનિયન છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે.આ યુનિયન કર્મચારીઓના પ્રશ્ર્નોની સાથે સાથે પ્રજાની મુશ્કેલીઓ ઉકેલવા પણ પ્રયત્નો કરે છે.તાજેતરમાં તારીખ 18 માર્ચ’23 શનિવારે ડીસા નગરપાલિકાના કર્મચારીઓની એક અગત્યની બેઠક નગરપાલિકાના મીટીંગ હોલમાં મળી હતી. આ મીટીંગમાં વર્ષ 2023-24 ના વર્ષ માટે સર્વાનુમતે નવીન હોદેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ અશ્ર્વિનભાઈ એ. ઠકકર, ઉપપ્રમુખ નારણભાઈ એલ.સોલંકી, સેક્રેટરી મનોજભાઈ યુ.પટેલ, કારોબારી ચેરમેન નિલેષભાઈ બી.બોસિયા તેમજ ખજાનચી તરીકે હર્ષદભાઈ વ્યાસની નિમણૂક કરવામાં આવી હતી.ઉપસ્થિત તમામ કર્મચારીઓએ નવા વરાયેલા હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા. ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકર તેમજ તમામ કોર્પોરેટરોએ પણ નવીન હોદેદારોને સહર્ષ અભિનંદન આપ્યા હતા.

ડીસા નગરની વિવિધ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓએ ડીસા નગરપાલિકા કર્મચારી યુનિયન મંડળના નવા વરાયેલા હોદેદારોને અભિનંદન આપી નગરના વિકાસ માટે સૌ સાથે મળી કામ કરીએ તે માટે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : ફેબ્રુઆરી-2023 સુધીમાં રાજ્યના 1.45 કરોડથી વધુ જરૂરિયાતમંદોને મળી 108ની સેવા

Back to top button