ટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતના મિત્રને મનાવવા રશિયા જશે શાહબાઝ શરીફ, પુતિન સાથે કરશે મુલાકાત

Shehbaz Sharif to visit Russia: પાકિસ્તાન હાલમાં સુરક્ષા, ઊર્જા અને મોંઘવારી સહિત અનેક મોરચે સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન દુનિયાના અનેક દેશો પાસેથી મદદની આશા રાખી રહ્યું છે. હવે પાકિસ્તાને ભારતના મિત્ર દેશ રશિયા તરફ નજર દોડાવી છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આગામી અઠવાડિયાઓમાં રશિયાની મુલાકાતે જઈ શકે છે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે. ચાલો જાણીએ કે પાકિસ્તાની વડાપ્રધાનની રશિયા મુલાકાત પાછળનો હેતુ શું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અગાઉ મુલતવી રાખવામાં આવી હતી મુલાકાત

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની રશિયા મુલાકાતની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે,  શાહબાઝ શરીફના રશિયા પ્રવાસની તૈયારીઓ ચાલી રહી છે. આ પહેલાં શાહબાઝ શરીફ માર્ચ મહિનામાં રશિયાની મુલાકાતે જવાના હતા. જોકે, આ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી. અહેવાલ અનુસાર, બંને દેશો હવે પરસ્પર વાતચીત કરીને મુલાકાતની નવી તારીખ નક્કી કરશે.

આ પણ વાંચો:કોંગ્રેસને રાજનાથ સિંહની ચેતવણી, કહ્યું- ‘વ્યક્તિગત મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરો’

પાકિસ્તાન સામે બેવડો સંકટ

શાહબાઝ શરીફની રશિયા મુલાકાત અંગેની તૈયારીઓ એવા સમયે થઈ રહી છે, જ્યારે પાકિસ્તાન બે મોરચે સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. બીજી તરફ, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. આ પરિસ્થિતિને કારણે પાકિસ્તાનની સુરક્ષાને લગતી ચિંતાઓમાં પણ વધારો થયો છે.

શું છે શાહબાઝ શરીફની રશિયા મુલાકાતનો હેતુ?

અહેવાલો અનુસાર, મોસ્કોની મુલાકાત દરમિયાન શાહબાઝ શરીફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વેપાર, રોકાણ અને ઊર્જા ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક સુરક્ષા અને અફઘાનિસ્તાનના મુદ્દા પર પણ વાતચીત થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 12 ઑક્ટોબરે રશિયાના આંતરિક બાબતોના મંત્રી વ્લાદિમીર કોલોકોલત્સેવે ઇસ્લામાબાદની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના નાગરિક અને સૈન્ય નેતૃત્વ સાથે બેઠકો કરી હતી. આ મુલાકાત દરમિયાન શાહબાઝ શરીફે પાકિસ્તાન અને રશિયા વચ્ચે વેપાર, રોકાણ, ઊર્જા તથા આર્થિક વિકાસના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવાની હિમાયત કરી હતી.

આ પણ વાંચો:“તમે બહુ ફાટી ગયા છો, સીધા કરવા પડશે” કહી હુમલો; અમદાવાદમાં વૃદ્ધનું મોત

Back to top button