ટ્રેન્ડિંગનેશનલ

અમદાવાદ: AMCના પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 4 લોકો STPમાં ખાબક્યા, 2ના કરૂણ મોત, કંપની સામે કાર્યવાહી

Ahmedabad Sola STP Accident :  અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માં સોમવારે (26 ઓક્ટોબર) વેલ્ડિંગ કામગીરી દરમિયાન ઝેરી ગેસની અસરે એક ગંભીર દુર્ઘટના સર્જી છે. પ્લાન્ટમાં અચાનક ઝેરી વાયુ ઉત્પન્ન થતાં સાઇટ ઇન્ચાર્જ, વેલ્ડિંગ વર્કર, સાઇટ પ્રોજેક્ટ મેનેજર અને ડ્રાઇવર સહિત ચાર લોકો ઊંડા પ્લાન્ટમાં ખાબક્યા હતા. આ બનાવમાં સાઇટ ઇન્ચાર્જ મનોજ અને વેલ્ડિંગ વર્કર અભિષેકનું મોત નિપજ્યું છે, જ્યારે સાઇટ પ્રોજેક્ટ મેનેજર રૂપેશ અને ડ્રાઇવર નિલેશની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સોલા STP માં ઝેરી ગેસથી ગૂંગળામણ

સોલા STP પ્લાન્ટમાં ‘મેસર્સ એચ.એન.બી. એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ’ (HNB) નામની ખાનગી એજન્સી દ્વારા મેન્ટેનન્સ અને વેલ્ડિંગનું કામ ચાલતું હતું. આ દરમિયાન અંદર કામ કરી રહેલો વેલ્ડર ઝેરી વાયુની અસરથી બેભાન થઈને ઊંડા પ્લાન્ટમાં પડી ગયો હતો. તેને બચાવવાના પ્રયાસમાં સાઇટ ઇન્ચાર્જ, પ્રોજેક્ટ મેનેજર અને ડ્રાઇવર પણ અંદર ખાબક્યા હતા.

40 થી 45 ફૂટ ઊંડા પ્લાન્ટમાં રેસ્ક્યૂ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમે ઓક્સિજન માસ્ક અને ખાસ સાધનો સાથે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. 40 થી 45 ફૂટ ઊંડા પ્લાન્ટમાં તીવ્ર ઝેરી ગંધ હોવા છતાં ફાયર ફાઇટર્સે લોકોને બહાર કાઢી સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

આ પણ વાંચોઃ ફેક ન્યૂઝ અને નફરત સામે રશ્મિકા-વિજયનો એક્શન, ટ્રોલર્સ સામે નોંધાવી ફરિયાદ!

બેદરકારી દાખવનાર કંપની સામે ₹50 લાખનો દંડ

ગંભીર બેદરકારી બદલ મેસર્સ એચ.એન.બી. એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ એજન્સીને ₹50 લાખની પેનલ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત એજન્સી દ્વારા બંને મૃતકોના પરિવારજનોને ₹25-25 લાખનું વળતર આપવાની બાહેંધરી આપવામાં આવી છે.

ઘટનામાં અસરગ્રસ્તોના નામ:

  • મનોજ: સાઇટ ઇન્ચાર્જ (મૃતક)

  • અભિષેક: વેલ્ડિંગ વર્કર (મૃતક)

  • રૂપેશ: સાઇટ પ્રોજેક્ટ મેનેજર (હાલત સ્થિર)

  • નિલેશ: ગાડી ડ્રાઇવર (હાલત સ્થિર)

આ પણ વાંચોઃ લખનઉના સઆદતગંજમાં નજીવા વિવાદમાં ત્રિપલ મર્ડરથી સનસનાટી: એક જ પરિવારના ત્રણ લોકોની ગોળી મારી હત્યા

Back to top button