શું આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાન છોડશે ભારત? 2 દિવસની બચી મુદત, કોર્ટમાં આજે થશે સુનાવણી

Imran Khan Leave India Notice : બોલિવૂડ એક્ટર આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાન મુશ્કેલીમાં મુકાયા છે. મુંબઈ પોલીસ અને ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસર (FRRO) દ્વારા તેમને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપવામાં આવી છે. આ આદેશ સામે ઈમરાન ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અભિનેતા ઈમરાન ખાન દેશ છોડશે કે ભારતમાં જ રહેશે? તેનો અંતિમ નિર્ણય હવે કોર્ટના આદેશ પર નિર્ભર છે. સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં આ અરજી પર સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ઈમરાન ખાનના વકીલ વેંકટેશ ધોન્ડે કોર્ટ પાસે સમય માંગ્યો હતો, જેના કારણે સુનાવણી આજના દિવસ પર મુલતવી રાખવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
અભિનેતા ઈમરાન ખાન 10 ઓક્ટોબરે મુંબઈમાં મુખ્ય ચૂંટણી આયુક્ત (CEC) વિરુદ્ધ યોજાયેલા એક વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેઓ અમેરિકન નાગરિક છે અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડધારક છે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ FRRO એ તેમને ૨૮ ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાની ‘લીવ ઇન્ડિયા નોટિસ’ (Leave India Notice) ફટકારી છે. જો તેઓ ભારત નહીં છોડે તો ડિપોર્ટેશન (દેશનિકાલ) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ ઇન્વર્ટરની બેટરીમાં કયું પાણી નાખવું જોઈએ? નળનું પાણી નાખવાથી શું થશે, જાણો ઘર પર બનાવવાની રીત
આ કેસમાં એક વકીલે હાઈકોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરીને કેન્દ્ર સરકારની કાર્યવાહીનું સમર્થન કર્યું છે અને વિદેશી નાગરિક દ્વારા રાજકીય ગતિવિધિઓમાં સામેલ થવા પર સવાલો ઉઠાવ્યા છે.
ઈમરાન ખાનની દલીલ શું છે?
અભિનેતાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેઓ 2006થી નાગરિકતા અધિનિયમ હેઠળ OCI તરીકે રજિસ્ટર્ડ છે અને ભારતમાં કાયદાકીય નિયમોનું પાલન કરતા આવ્યા છે. તેમનું કહેવું છે કે આ પ્રદર્શન સાથે તેમને કોઈ સીધો સંબંધ ન હતો. તેઓ માત્ર જિજ્ઞાસા વશ ઓગસ્ટ ક્રાંતિ મેદાન પહોંચ્યા હતા કે ત્યાં વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે. મીડિયાએ તેમને ઘેરી લેતા અને સવાલો પૂછતાં પોલીસે તેમને તાત્કાલિક કસ્ટડીમાં લીધા હતા.
હવે આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં થનારી સુનાવણી ઈમરાન ખાનના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.











