ટ્રેન્ડિંગનેશનલમીડિયા

જેલમાંથી 17 કેદીઓ ફરાર, પોલીસની શોધખોળ તેજ; કેટલા ઝડપાયા?

Prisoners Escape :   તમિલનાડુના થેની જિલ્લામાં આવેલી સબ જેલમાંથી 17 કેદીઓ ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઘટના બાદ ફરાર કેદીઓને પકડવા માટે પોલીસે વ્યાપક શોધખોળ શરૂ કરી છે. આ માટે 17 ટીમો બનાવવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, જેલમાંથી કેદીઓ ભાગી છૂટવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

પોલીસકર્મી પર હુમલો કરીને ભાગી છૂટ્યાની આશંકા

મળતી માહિતી મુજબ, સોમવારની રાત્રે આ ઘટના બની હતી. એક કેદીની તબિયત લથડ્યાની જાણ થતાં પોલીસકર્મીઓ જેલની કોટડીમાં પહોંચ્યા હતા. તે દરમિયાન કેદીઓએ પોલીસકર્મી પર હુમલો કર્યો હોવાની આશંકા છે. ત્યારબાદ તકનો લાભ લઈને કેદીઓ જેલમાંથી ફરાર થઈ ગયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ હુમલામાં એક પોલીસકર્મીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે જી વિલક્કુ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6

ફરાર કેદીઓને પકડવા પોલીસનું અભિયાન

ઘટનાને પગલે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ફરાર કેદીઓને શોધવા માટે ખાસ ટીમો તહેનાત કરવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ તેજ કરવામાં આવી છે. જોકે, કેટલા કેદીઓને અત્યાર સુધી પકડવામાં આવ્યા છે તે અંગે મળતી માહિતીમાં વિસંગતતા છે. એક અહેવાલમાં ચાર કેદીઓ પકડાયાનો ઉલ્લેખ છે, જ્યારે અન્ય વિગતોમાં માત્ર એક કેદી ઝડપાયો હોવાનું જણાવાયું છે. જેલમાંથી કેદીઓ ફરાર થવાની ઘટનાની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : IT સેક્ટરમાં હાહાકાર મચી ગયો! Microsoftની ભારત સહિત 4 દેશોના 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામાની ઓફર

Back to top button