કોંગ્રેસને રાજનાથ સિંહની ચેતવણી, કહ્યું- ‘વ્યક્તિગત મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરો’
Rajnath Singh :કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતાને લઈને કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણીને પગલે રાજકીય વિવાદ ઊભો થયો છે. દેશના વિવિધ ભાગોમાં ખડગે સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ મુદ્દે ભાજપના અનેક નેતાઓએ પણ કોંગ્રેસની ટીકા કરી છે. (Rajnath Singh)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના નેતાઓએ ખડગેના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે વ્યક્તિગત મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ખડગેએ શું કહ્યું હતું?
મળતી માહિતી અનુસાર, રવિવારે બિહારની રાજધાની પટનામાં એક સભાને સંબોધિત કરતી વખતે મલ્લિકાર્જુન ખડગે મતચોરીના મુદ્દે બોલી રહ્યા હતા. આ દરમિયાન ભીડમાંથી એક વ્યક્તિએ કહ્યું, “મોદી ક્યાંય નહીં જાય.” તેના જવાબમાં ખડગેએ કથિત રીતે કહ્યું, “મોદીનો બાપ પણ જશે.” આ નિવેદન બાદ ત્યાં હાજર લોકોએ તે વ્યક્તિને માર માર્યો અને સભામાંથી બહાર કાઢી મૂક્યો હોવાનો અહેવાલ છે. જોકે, બાદમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ કોંગ્રેસનો જ કાર્યકર હતો અને તેનું નામ સંતોષ કુમાર છે. સંતોષ કુમારના જણાવ્યા મુજબ, સભામાં ગેરસમજને કારણે તેની સાથે મારપીટ થઈ હતી. બીજી તરફ, ભાજપે આરોપ લગાવ્યો છે કે ખડગેએ રાહુલ ગાંધીના ઇશારે આ નિવેદન આપ્યું હતું. ભાજપે આ મુદ્દે વિરોધ પ્રદર્શનો કરવાની પણ જાહેરાત કરી છે.
રાજનાથ સિંહે શું કહ્યું?
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સમગ્ર વિવાદ અંગે કહ્યું કે પટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી તેમને આઘાત લાગ્યો છે અને દુઃખ થયું છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ટિપ્પણી કોઈ સામાન્ય કાર્યકર કે યુવા નેતાએ નહીં, પરંતુ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કરી છે. રાજનાથ સિંહના જણાવ્યા અનુસાર, ખડગેના આચરણથી કરોડો દેશવાસીઓની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓ ખડગેના શબ્દોનો બચાવ કરીને લોકોની લાગણીઓને વધુ ઠેસ પહોંચાડી રહ્યા છે.
તેમણે કહ્યું કે પોતાની ભૂલ સ્વીકારીને ખેદ વ્યક્ત કરવાને બદલે કોંગ્રેસ આ નિવેદનને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહી છે.
‘નીચલા સ્તરની રાજનીતિ હવે કોંગ્રેસના ટોચના નેતૃત્વ સુધી પહોંચી’
રાજનાથ સિંહે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે જે પદ પર બેઠા છે, તેમની પાસેથી જાહેર જીવનમાં વધુ ગંભીરતા, સંયમ, મર્યાદા અને જવાબદાર વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે જો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરશે, તો તે તેમના પદની ગરિમાની વિરુદ્ધ છે અને કોંગ્રેસની રાજકીય સંસ્કૃતિ પર પણ ગંભીર સવાલો ઊભા કરે છે. રાજનાથ સિંહે આરોપ લગાવ્યો કે અગાઉ કોંગ્રેસના કેટલાક નેતાઓ વડાપ્રધાન મોદીની સામાન્ય પારિવારિક પૃષ્ઠભૂમિની મજાક ઉડાવતા હતા અને તેમની માતા પ્રત્યે પણ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરતા હતા. હવે, તેમના મતે, આ પ્રકારની રાજનીતિ કોંગ્રેસના ટોચના નેતૃત્વ સુધી પહોંચી ગઈ છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસની રાજનીતિનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે.
कल पटना में कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे जी द्वारा, प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के स्वर्गीय पिताजी के उपर की गई टिप्पणी ने मुझे स्तब्ध और बहुत आहत किया है।
इस पूरे प्रकरण में सबसे चौंकाने वाली बात यह है कि यह टिप्पणी कांग्रेस के किसी सामान्य कार्यकर्ता या किसी युवा नेता ने नहीं की है। बल्कि, अपने को देश की ‘सबसे पुरानी राजनीतिक पार्टी’ कहने वाली पार्टी, के राष्ट्रीय अध्यक्ष ने की है।कांग्रेस अध्यक्ष ने अपने आचरण से करोड़ों देशवासियों की भावनाओं को आहत किया। पर कांग्रेस के लोग यहीं नहीं रुके।
अब कांग्रेस पार्टी खरगे जी के शब्दों को Justify कर के पुनः लोगों की भावनाओं को आहत कर रही है। अपनी गलती स्वीकार कर खेद व्यक्त करने के बजाय कांग्रेस इस बयान को सही ठहराने में जुटी है। इसका बचाव करने में जुटी है।खरगे जी जिस पद पर आसीन हैं, उनसे सार्वजनिक जीवन में अधिक गंभीरता, संयम, मर्यादा और जिम्मेदार आचरण की अपेक्षा की जाती है। ऐसे में, यदि कांग्रेस के राष्ट्रीय अध्यक्ष ही इस तरह की भाषा का इस्तेमाल करेंगे, तो यह न केवल उनके पद की गरिमा के विपरीत है, बल्कि कांग्रेस की राजनीतिक संस्कृति पर भी गंभीर सवाल खड़े करता है।
राजनीतिक विरोध अपनी जगह है, लेकिन इस तरह का आचरण किसी भी परिस्थिति में स्वीकार्य नहीं हो सकता। कल तक कांग्रेस के कुछ नेता, प्रधानमंत्री जी की साधारण पारिवारिक पृष्ठभूमि का मज़ाक उड़ाते थे, उनकी पूजनीय माताजी के प्रति अभद्र भाषा का इस्तेमाल करते थे। आज वही स्तरहीन राजनीति कांग्रेस के शीर्ष नेतृत्व तक पहुँच चुकी है। कांग्रेस की राजनीति का स्तर हर रोज गिरने के नए रिकॉर्ड बना रहा है।
वैचारिक विरोध को व्यक्तिगत अपमान में बदल देना, राजनीतिक असहमति को अभद्र भाषा तक ले जाना और प्रधानमंत्री जी के परिवार को निशाना बनाना कांग्रेस की हताशा और वैचारिक शून्यता को दर्शाता है।
यह सिर्फ़ एक व्यक्ति या परिवार का अपमान नहीं, बल्कि भारतीय राजनीति की गरिमा पर भी प्रहार है।लोकतंत्र में विरोध कीजिए, नीतियों पर सवाल उठाइए, सरकार की आलोचना कीजिए, लेकिन व्यक्तिगत मर्यादाओं का उल्लंघन मत कीजिए। आज कांग्रेस का सिर्फ़ राजनीतिक ही नहीं बल्कि वैचारिक पतन भी हो चुका है। कांग्रेस को याद रखना चाहिए, कि लोकतंत्र में जनता हर बात का हिसाब रखती है, और समय आने पर जवाब भी देती ।
मैं, कांग्रेस को स्पष्ट कर देना चाहता हूँ की प्रधानमंत्री मोदी जी को ऐसी टिप्पणियों से न विचलित किया जा सकता है, न जनसेवा के उनके संकल्प को कमजोर किया जा सकता है।
— Rajnath Singh (@rajnathsingh) October 26, 2026
આ પણ વાંચો:“તમે બહુ ફાટી ગયા છો, સીધા કરવા પડશે” કહી હુમલો; અમદાવાદમાં વૃદ્ધનું મોત
‘વ્યક્તિગત મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરો’
રાજનાથ સિંહે કહ્યું કે વૈચારિક વિરોધને વ્યક્તિગત અપમાનમાં ફેરવવો, રાજકીય અસંમતિને અભદ્ર ભાષા સુધી લઈ જવી અને વડાપ્રધાનના પરિવારને નિશાન બનાવવું એ કોંગ્રેસની નિરાશા અને વૈચારિક શૂન્યતા દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું કે આ માત્ર કોઈ એક વ્યક્તિ કે પરિવારનું અપમાન નથી, પરંતુ ભારતીય રાજનીતિની ગરિમા પર પણ પ્રહાર છે.
રાજનાથ સિંહે કહ્યું, “લોકશાહીમાં વિરોધ કરો, નીતિઓ પર સવાલ ઉઠાવો અને સરકારની ટીકા કરો, પરંતુ વ્યક્તિગત મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરો.”
તેમણે કોંગ્રેસ પર રાજકીય જ નહીં, પરંતુ વૈચારિક પતનનો પણ આરોપ લગાવ્યો. સાથે જ કહ્યું કે લોકશાહીમાં જનતા દરેક વાતનો હિસાબ રાખે છે અને સમય આવ્યે જવાબ પણ આપે છે. અંતમાં રાજનાથ સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવી ટિપ્પણીઓથી વિચલિત કરી શકાય તેમ નથી અને જનસેવા પ્રત્યેના તેમના સંકલ્પને નબળો પાડી શકાય તેમ નથી.












