મનોરંજન

બાપ રે…દારુડિયાએ નોરા ફતેહીની કારને ઠોકી

બોલીવુડ એક્ટર નોરા ફતેહીની કારનો ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં નોરાના માથામાં ઈજાઓ પણ થઈ હતી. આ તમામ ઘટનાની જાણકારી તેણીએ પોતાના સોશિયલ મીડિયાના અકાઉન્ટ પર વીડિયો શેર કરી આપી હતી.

નોરા ફતેહી ડેવિડ ગુએટાના કોન્સર્ટમાં હાજરી આપવા માટે સનબર્ન ફેસ્ટિવલ જઈ રહી હતી. ત્યારે એક બેકાબૂ કાર અને નશામાં ધૂત વ્યક્તિએ તેની કારને જોરદાર ટક્કર મારી. નોરાએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે આ ઘટના બપોરે 3 વાગ્યે બની હતી. તે વ્યક્તિએ નોરાની કારને ટક્કર મારવા ઉપરાંત પણ ઘણા લોકો પર ગાડી ચડાવી દીધી, જેના કારણે ઘણા ઈજાગ્રસ્ત થયા હતા.

આ ટક્કરથી નોરા ફતેહીના માથામાં ઈજા થઈ છે. નોરાને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેમનો સીટી સ્કેન થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે નોરાને કોઈ ગંભીર ઈજા થઈ નથી. ડોકટરોની સલાહ પછી નોરા સનબર્ન 2025માં પરફોર્મન્સ આપવા પહોંચી હતી. નોરા ફતેહી તરફથી તે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ ટક્કર મારનાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

એક્સિડન્ટના સમાચાર આવ્યાના તરત જ બાદ નોરાનો સનબર્નમાં આપેલા પરફોર્મન્સનો વીડિયો સામે આવ્યો છે. નોરાએ પૂરી એનર્જી સાથે કોન્સર્ટમાં પરફોર્મન્સ આપ્યું, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

વીડિયો નોરાએ જણાવ્યું કે, હું તમને કહેવા માંગુ છું કે હું ઠીક છું. બપોરે મારો એક ગંભીર અકસ્માત થયો હતો. એક દારૂડિયાએ મારી કારને ટક્કર મારી. કમનસીબે અસર ઘણી વધારે હતી, મારું શરીર ફગોળાયું અને મારું માથું બારી સાથે અથડાયું. ચિંતા ન કરતાં. હું ઠીક છું, બસ કેટલીક નાની ઈજાઓ થઈ છે. હું ખૂબ આભારી છું કારણ કે કંઈક મોટું થઈ શક્યું હોત.

Back to top button